ગુજરાતી ફિલ્મોમાં નકારાત્મક ભૂમિકા ભજવીને લોકોનું દિલ જીતનાર કલ્પના દિવાનનું નિધન કંઈ રીતે થયું હતું જાણો.
ગુજરાતી ફિલ્મોમાં જેમ હીરો અને હીરોઇનનું દર્શકોના દિલોમાં સ્થાન હોય એવું જ ફિલ્મમો એવા અનેક કલાકારો હોય જે પોતાના પાત્ર દ્વારા દર્શકોમાં દિલમાં સ્થાન બનાવે છે. ત્યારે આજે આપણે વાત કરીશું ગુજરાતી ફિલ્મોમાં નકારાત્મક અને હાસ્યકલાકાર તરીકે લોકપ્રિય થનાર અભિનેત્રી વિશે.આજે તેઓ આ દુનિયાને છોડીને ભલે ચાલી ગયા હોય પરંતુ એ વાત તો સત્ય છે કે, કલાકાર ક્યારેય મરતો જ નથી તે તો દરેકના હૃદયમાં જીવંત જ રહે છે.
ગુજરાતી સિનેમામાં વિલેન તરીકે જેમ ફિરોઝ ઇરાની લોકપ્રિય હતા એવી જ રીતે મહિલાના નકારાત્મક પાત્રમાં કલ્પના દીવાન ખૂબ જ લોકપ્રિય હતા અને તેમની અભિનયકળાને લીધે તેમને ખૂબ જ લોકપ્રિયતા મેળવેલ. તેઓ પોતાના જીવનનાં અંત સુધી ગુજરાતી અને હિન્દી ધારાવાહિક સાથે જોડાયેલ રહેલા.ત્યારે આજે આપણે કલ્પના દિવાનના જીવન પર એક નજર કરીશું કે, તેમનું જીવન કેવું હતું અને તેમની અભિનયની સફર કેવી હતી.
ગુજરાતી ફિલ્મોમાં કલ્પના દીવાન તરીકે નામના મેળવનાર
તેમનું સાચું નામ તારા નાયક હતું. તેઓ આજીવન અપરણિત રહ્યા હતા. એમનું ૨૫ માર્ચ ૨૦૧૧ ના રોજ, ફેફસામાં ઇન્ફેક્શન થવાથી અને શ્વાસની તકલીફની બીમારીને કારણે, ૮૨ વર્ષની જૈફ વયે અવસાન થયું હતું. તેઓ છેલ્લી ઘડી સુધી ગુજરાતી નાટકોમાં સક્રિય રહ્યા હતા. એમણે પોતાની કારકિર્દીની શરૂઆત ‘કોઈ કરમાતા ફૂલ’ નામના નાટકથી કરી હતી. ૧૯૬૫-૬૬ માં ‘કોઈનું મીંઢળ કોઈના હાથે’ નામના નાટકમાં પોતાનાં અસલી નામ તારા નાયક ને બદલે કલ્પના દિવાન તરીકે રજુ થઇ ખુબજ પ્રસિદ્ધિ મેળવી હતી.
તેઓએ નોંધપાત્ર ટી.વી. શ્રેણી ‘એક મહલ હો સપનો કા’ (અને ગુજરાતીમાં ‘સપનાના વાવેતર’)માં અગત્યની ભૂમિકા ભજવી હતી. એમના છેલ્લા ગુજરાતી નાટકોમાં, ‘ઝમકુબા કાઠીયાવાડી’ નો સમાવેશ થાય છે. તેઓએ અવસાનના એક મહિના અગાઉ જ ‘મારી બાયડી ભારે વાયડી’ નામના નાટકમાં છેલ્લો શો કર્યો હતો. તેઓ એમના વઢકણી સાસુ, નણંદ અને હાસ્યરસવાળા પાત્રોને સંપૂર્ણ ન્યાય આપી શકતા હતા અને જે તે પાત્ર ખુબજ સહજતાથી ભજવી શકતા હતા.