“ઓસ્ટ્રેલિયા મા પટેલ વટ છે તમારો ” સિંગર સાગર પટેલે ઓસ્ટ્રેલિયા મા ધુમ મચાવી દીધી ! જુઓ વિડીઓ
વિશ્વના ખૂણે ખૂણે ગુજરાતીઓએ વસીને એ સ્થાનને ગુજરાતનાં રંગે રંગી દીધું છે. ખરેખર આપણા સૌ માટે આ ગર્વની વાત કહેવાય છે કે આપણી પંરપરા અને સંસ્કૃતિઓ આજે વિદેશોમાં ધબકી રહી છે. આપણે જાણીએ છે કે, દરેક ગુજરાતીઓ વિદેશોમાં પણ ગુજરાતનાં માહોલની જેમ મોજ કરી રહ્યા છે. આમ પણ ખાણીપીણી થી લઈને ગરબાઓને પણ જીવંત રાખ્યા છે. આમ પણ ગરબા ગુજરાતીઓનું ધબકતું હદય છે.
જગતમાં કઇ પણ થઈ જાય પણ ગરબા વિના તો ન જ રહી શકે. હાલમાં જ ઓસ્ટ્રેલિયાની ધરતી પર ગુજરાતીઓ ગરબે ઝૂમી ઉઠ્યા.ઓસ્ટ્રેલિયામાં ગુજરાતી સંસ્કૃતિ જીવંત રાખવાનો ગુજરાતી સમાજનો પ્રયાસ અનોખો છે. માત્ર ઓસ્ટ્રેલિયા જ નહિ, અમેરિકા, યુકે, ઓમાન, આફ્રિકા જેવા દેશોમાં વસતા ગુજરાતીઓ પણ સમયાંતરે ગરબા કાર્યક્રમોનું આયોજન કરતા રહે છે.
View this post on Instagram
હાલમાં આ વર્ષે ગુજરાતીઓ બે વર્ષ બાદ મનમૂકીને ગરબા રમશે ત્યારે એ પહેલાં જ ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતી પરિવારો દ્વારા ગરબા મહોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયેલા ગુજરાતીઓએ જાણીતા સિંગર સાગર પટેલના તાલે ગરબાની રમઝટ બોલાવી હતી. ખરેખર આ મોજનો વીડિયો જોઈને તમે ગરબા રમવા થનગની ઉઠશો.
હાલમાં જ્યારે નવરાત્રિના પર્વને હજુ સમય છે, ત્યારે ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ ગરબા રમ્યા હતા કારણ કે બ્રિસ્બેનમાં વસતા ગુજરાતી પરિવારો દ્વારા નવરાત્રિ પહેલાં પ્રી-ગરબા ઈવેન્ટનું આયોજન કરાયું હતું, જેમાં ગુજરાતના જાણીતા સિંગર સાગર પટેલે ગુજરાતીઓને ગરબા રમાડ્યા હતા. મોટી સંખ્યામાં ગુજરાતીઓ ઓસ્ટ્રેલિયાની ધરતી પર ગરબા રમવા આવી પહોંચ્યા હતા.
View this post on Instagram