ગુજરાતના જવાન જશવંતસિંહ રાઠોડ જમ્મુ મા કશ્મીર મા થયા શહીદ, ઓમ શાંતિ
ગઈ કાલે જમ્મુ અને કશ્મીર મા એક મોટો આંતકી હુમલો થયો હતો જેમા બે પોલીસ જવાન થયા હતા અને બે નાગરીકો ના પણ જીવ ગયા હતા. સોપોરમાં અરમાપોરામાં આતંકીઓ દ્વારા પોલીસ અને CRPFની સંયુક્ત ટીમ પર હુમલો કર્યો હતો જેમાં 4 લોકોના મોત થયા છે.
આ ઉપરાંત ગુજરતી ઓ માટે પણ દુખ દ સમાચાર સામે આવ્યા હતા જેમાં એક જવાન શહીદ થયા હતા. વડગામના મેમદપુરા ગામના આર્મી જવાન શહીદ થયા છે. જવાન જશવંતસિંહ રાઠોડ ફરજ દરમિયાન શહીદ થયા છે. જમ્મુ-કાશ્મીરના પીંછવાડામાં ભેખડ ધસી પડતા આર્મી જવાને પોતાનો જીવ ગુમાવ્યો છે.
મેમદપુર ગામના જશવંતસિંહ જવાનજી રાઠોડ વર્ષ 2011 માં બેંગ્લોર ખાતે, ત્યારબાદ નોર્થ ઇસ્ટમાં ત્રણ વર્ષ ફરજ બજાવી ત્યારબાદ જોધપુરમાં ત્રણ વર્ષ અને છેલ્લા અઢી વર્ષથી જમ્મુ-કાશ્મીરના પીંછવાડામાં 17 રાષ્ટ્રીય રાયફલ બટાલીન આર્મીમાં ફરજ બજાવતાં હતા. જેઓં ફરજ દરમિયાન શનિવારે મોડી રાત્રે શહીદ થતાં પરિવારજનો સહિત સમગ્ર ગામમાં શોકનો માહોલ સર્જાયો હતો.
આપને જણાવી દઈએ કે જશવંતસિંહ ના પિતા શ્રી જવાનસિંહ પણ રીટાઈડ આર્મી મને છે. જશવંતસિંહ નો દેહ અંતિમ સંસ્કાર માટે સન્માન સાથે માદરે વતન લવાશે.