ચાર ધોરણ ભણેલ આ કલાકાર બાળપણમાં મજુરી કરીને પણ ગામે ગામ ભજનો ગાઈને આ રીતે બન્યા કચ્છી કોહિનૂર…
ગુજરાતમાં અનેક લોકપ્રિય કલાકાર છે, જેમણે જીવનમાં અથાગ પરિશ્રમ કરીને સફળતા મેળવી છે. આજે આપણે એક એવા જ કલાકારનાં જીવન વિશે જાણીશું.ફક્ત ચાર ધોરણમાં ભણેલો છોકરો જે બદળગાડીમાં તો ક્યારેક ચાલીને 10 કી.મી સુધી ભજન કરવા જતો એ છોકરો કંઈ રીતે ગુજરાતનો લોકપ્રિય કલાકાર અને કચ્છી કોહિનૂર. આજે આપણે તેમના જીવનની દરેક એવી વાતો વિશે જાણીશું જેનાથી તમે અજાણ હશો.
દેવરાજ ગઢવી નાનો ડેરોના નામથી આજે ગુજરાત ભરમાં પોતાની સંતવાણીથી પ્રખ્યાત છે. દેવરાજ ગઢવીનો જન્મ 12 ડિસેમ્બર 1967માં કચ્છના જિલ્લાના નાના એવા ચારણોનાં ગામમાં થયો હતો અને તેમનાં પિતા સામંતભાઈ ગઢવી પણ ભજનો ગાતા હતા. જેથી તેમને સંગીત વારસામાં જ મળેલું હતું. અને માત્ર 8 વર્ષની ઉંમર થી જ પિતા સાથે ભજનો ગાવા જતા હતા જેથી બાળપણ થી જ તેમનામાં સંગીત સાથે લગાવ આવેલ.
પરિવારની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી જેથી જીવનમાં અનેક મુશ્કેલીઓ વેઠવી પડી હતી જેથી દેવરાજ માત્ર ચાર ધોરણ સુધી ભણી શક્યા અને બાળપણમાં તેમને મજૂરી કામ પણ કરેલ અને 12 વર્ષની ઉંમરે તેમણે પિતા પાસેથી ભજન ગાવાનું શીખીને લોકોને ભજનોનું રસપાન કરવાવાનું શરૂ કર્યું અને ખાસ વાત એ કે તેઓ કચ્છી અને ગુજરાતી બંને ભાષામાં ભજનો ગાતા.
કચ્છમાં લોકો દેવરાજભાઈ ને નાનો ડેરો તરીકે જ ઓળખતા હતા અને ત્યારબાદ ગુજરાત ભરમાં તેઓ આ નામથી જ લોકપ્રિય થયા. ભજન ગાવાની સફરમાં તેમને નાની મોટી અનેક સમસ્યાઓનો સમાનો કર્યો અને આખરે રંગ તો લાગ્યો બીબા ભજન ગાઇને ખૂબ જ લોકપ્રિયતા મેળવી અને વર્ષ 2006માં કચ્છીનું કોહિનૂરનું બિરુદ મેળવ્યું તેમજ 2013માં તેમણે ભગુડાધામમાં જ્યારે તેમણે ભજન ગાયેલું ત્યારે મંદિરમાંથી એક કાળી ચકલી આવી અને આખું ભજન તેમને ગાયું ત્યાં સુધી ચકલી તેમની આસપાસ રહી અને ભજન પુરુ થતા મંદિરમાં ચાલી ગઈ. આ કિસ્સો તેમના જીવનનો યાદગાર કિસ્સો છે.
દેવરાજ ગઢવીને મોરારીબાપુનાં હસ્તે મોગલ એવોર્ડ પણ મળેલ છે, તેમજ ખાસ કરીને દેવરાજ ગઢવીએ માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશ વિદેશોમાં પોતાની કળાનું રસપાન લોકોને કરાવ્યું છે. દેશ વિદેશોમાં તેમને પોતાના અનેક સ્ટેજ પ્રોગામ કરીને ગુજરાતીઓનાં હદયમાં અનોખું સ્થાન બનાવ્યું છે. ખરેખર દેવરાજ ગઢવીનું જીવન આપણને એ શીખ આપે છે કે, તમારા જીવનમાં કોઈપણ મુશ્કેલીઓ આવે તો પણ તમારે તમારા સપનાને પૂર્ણ કરવા દ્રઢ સંકલ્પ સાથે મહેનત કરતું રહેવું જોઈએ. ત્યારે તમને જીવનમાં સફળતા જરૂર મળે છે.