વધુ એક ગુજરાતી કલાકાર એ ખરીદી લાખો રુપીયાની આલીશાન કાર, શેર કરી સોશિયલ મીડિયામાં તસવીરો…જુવો
આ વર્ષ શરૂઆતથી જ ગુજરાતી કલાકારો માટે ખુબ જ સુખદાયી નીવડી રહ્યું છે, આપણે સૌ કોઈ જાણીએ છે કે અનેક ગાયક કલાકારોએ વર્ષના શરૂઆતથી જ કિંમતી કારોની ખરીદી કરી હતી. જેમાં કીર્તિદાન ગઢવી, કિંજલ દવે, જીગ્નેશ બારોટ તેમજ દેવાયત ખાવડ અને કિરણ ગજેરા જેવા લોકપ્રિય કલાકરોએ અતિ કિંમતી અને આલીશાન કાર ખરિદી હતી. આ તમામ કલાકારોએ પોતાના સોશિયલ મીડિયા પર આ કાર લેવાની ખુશીઓની તસવીરો તેમના ચાહકગણ સાથે શેર કરી હતી અને તેમના સૌ શુભચિંતકોએ તેમને અઢળક શુભેચ્છાઓ પણ પાઠવેલ. ત્યારે ફરી એકવાર લોકપ્રિય કલાકાર બ્રિજદાન ગઢવીએ પણ અત્યંત સુંદર અને કિંમતી ફોર્ચ્યુન કાર ખરીદી છે.
ગઈકાલના રોજ બ્રિજ દાન ગઢવીએ પોતાના સોશિયલ મીડિયા પર નવી કાર ખરીદવાની તસવીરો પોસ્ટ શેર કરી હતી. તેમના દીકરા મોરારીદાનગઢવીએ આ કાર પરથી પડદો ઉઠાવતો હોય એવો વિડીયો શેર કર્યો છે અને આ કાર ફોર્ચ્યુન છે તેની કિંમત 45 લાખ રૂપિયા છે. સફેદ રંગની અત્યંત આલીશાન અને સુવિધાયુક્ત આ કાર સાથે તેમનો દીકરો મોરારીદાન ગઢવી જોવા મળી રહ્યો છે. બ્રિજદાન ગઢવીના બદલે તેમનો લાડકવાયો દીકરો કારની ચાવી પણ રિસીસી કરતો જોવા મળી રહ્યો છે.
હાલમાં સોશિયલ મીડિયામાં આ તસવીરો ખુબ જ વાયરલ થઇ રહી છે. સૌ કોઈ ચાહકગણ તેમજ અન્ય કલાકારોએ બ્રિજદાન ગઢવી ને શુભેચ્છાઓ પાઠવી છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, ગુજરાતના તમામ કલાકારો આજે ખુબ જ વૈભવશાળી જીવન જીવી રહ્યા છે, પરંતુ એક સમય એવો હતો જ્યારે સૌ કોઈ કલાકારોની પરિસ્થતિ સારી ન હતી પરંતુ કહેવાય છે ને કે, વ્યક્તિ ધારે તો પોતાની અંદર રહેલ કલા અને મહેનત દ્વારા કંઈ પણ હાંસિલ કરી શકે છે.બ્રિજદાન ગઢવી ચારણી સાહિત્ય અને સમાજનું ગૌરવ છે.
તેમને સંગીતનો વારસો તેમના પિતા ઈશવર દાન ગઢવી પાસેથી મળ્યો હતો અને જેને પિતા દ્વારા પ્રેરણા લઇને હાલમાં ગુજરાતીઓને સાહિત્યનું રસપાન કરાવી રહ્યા છે. કહેવાય છે ને કે, જે કલા ખૂનમાં હોય તે તો વારસાગત મળતી જ આવે. જે રીતે બ્રિજદાન ગઢવીએ પિતાપાસેથી સંગીતનો વારસો મેળવ્યો એવી જ રીતે બ્રિજદાન ગઢવીએ પોતાનો સંગીતનો વારસો તેમના દીકરા મોરારીદાન ગઢવીને આપ્યો છે. તેમના દીકરાનો કંઠ પણ એટલો જ સુરીલો છે અને ખાસ વાત કે નાની ઉંમર હોવા છતાં ખુબ જ ગુણવાન, સંસ્કારી અને સ્માર્ટ છે. ઇન્સ્ટાગ્રા, પણ તેનું પેજ છે જેમાં તમે તેમની લાઈફસ્ટાઇલ જોઈ શકો છો.