તમે હજી સુધી આ ગુજરાતી કેટરીના કૈફ વિશે નહિ જાણતાં હોય! પિતા સિમેન્ટ કંપનીમાં કામ કરે છે અને માતા વકીલ..
હાલના સમયમાં ટેલીવુડની ધારાવાહિક ની જેમ ગુજરાતી ધારાવાહિક પણ એટલી જ લોકપ્રિય બની છે, ત્યારે આજે આપણે વાત કરીશું ગુજરાતી ટીવી જગતની એક એવી અભિનેત્રી જેને લોકો ગુજરાતની કેટરીના કૈફ કહે છે, ખરેખર આ વાત સત્ય છે, અને તમને જાણીને નવાઈ લાગશે કે, આ અભિનેત્રી ની માતા વકીલ છે. અને દીકરી અભિનેત્રી! આ વાત સાંભળીને વિશ્વાસ નહિ આવૅ પરંતુ જ્યારે સંપૂર્ણ વાત વિગતવાર વાંચશો ત્યારે તમને સમજાશે કે, આખરે આ કેટરીના કૈફ કોણ છે.
હાલમાં જ કલર્સ ગુજરાતી ચેનલ પર શરૂ થયેલ કલર્સ ગુજરાતીની ધારાવાહિક મોટી બા ની નાની વહુ ની અભિનેત્રીપરી ઝવેરીના પાત્ર ને તમે ઓળખશા જ હશો, ત્યારે આજે અમે આપને આ અભિનેત્રી વિષેજણાવીએ કે આખરે આ ગુજરાતી કેટરીના કૈફ કોણ છે અને શા માટે આવી ઉપમા અપાઈ છે. અમે આપને જણાવીએ કે પરીનું સાચું નામ ક્રિના પાઠક છે. આ અભિનેત્રી મુળ કોડીનાર છે અને તેને અગિયારમાં ધોરણ સુધી ત્યાં જ અભ્યાસ કર્યો છે.
સૌથી મહત્વની વાત કે, તેમના પિતા અંબુજા સિમેન્ટમાં નોકરી કરે છે પરંતુ તેમનું ટ્રાન્સફર અમદાવાદ ખાતે થતાં તેઓ સહ પરિવાર સાથે અમદાવાદ રહેવા માટે આવી ગયા. ક્રીનાના મમ્મી ગુજરાત હાઈકોર્ટમાં વકીલ તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા છે.કહેવાય છે ને અભિનયની કળા શરૂઆત થી જ મળે છે એવી જ રીતે ક્રીના સ્કૂલમાં હતી ત્યારથી જ તેને ડાન્સ સિંગિંગ અને સ્પોર્ટ્સનો શોખ ધરાવે છે. તે એકલી એકલી ટીવી સામે ઉભી રહીને ડાન્સ કરતી હતી અને વિડીયો પણ બનાવતી હતી. આજે એટ રૂપેરી પડદે અભિનય કરી રહી છે, આ સફળતા અમસ્તા નથી મળી તેના માટે તેને ખુબ જ સંઘર્સ કરેલ.
ક્રીનાને અભિનયની સાથે કુકીંગ નો શોખ છે અને યૂટ્યૂબ માં પોતાની ચેનલ પણ છે.તે ધોરણ બાર પછી તેણી ઈલેક્ટ્રોનિક અને કોમ્યુનિકેશન એન્જીનીયરીંગનો અભ્યાસ કરી રહી છે. ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ શરુ થતાં તે પોતાના ડાન્સ અને અનેક વિડીયો શેર કરતી રહે છે. ક્રીના પોતે ફેશન ઇન્ફ્લુએન્સર પણ છે અને અવનવી બ્રાન્ડ સાથે કનેક્ટેડ પણ છે. ઇન્સ્ટાગ્રામ પર રીલ્સથી તે પ્રચલિત થઇ ગઈ છે અને અચાનક એક તેને ફોન આવે છે અને તેના જીવનમાં વળાંક આવ્યો અને આજે 46 હજારથી વધારે ફોલોવર્સ ધરાવે છે.
આ ટીવી જગતમાં તેનું આગમન ત્યારે થયું જ્યારે મોટી બા ટીમ માટે કાસ્ટિંગ ચાલી રહ્યું હતું અને તેને ઓડીશન આપવા માટે ફોન આવ્યો. જેમાં ક્રીનાની સાથે ગુજરાતી રંગભૂમિ સહિત સિનેમા સાથે સંકળાયેલી અનેક યુવતીઓ ઓડીશન આપે છે પરંતુ જ્યુરીને ક્રીનાનું ઓડીશન ગમી જાય છે અને સિલેક્ટ થઇ જાય છે અને અભિનેત્રી તરીકે સીરીયલથી તે કારકિર્દી શરુ કરી છે અને ક્રીનાને સામાજિક કાર્યો કરે છે અને તે ક્રીના હાલમાં મહિલાઓમાં જાગૃતિ લાવનારી સંસ્થા SDC સાથે પણ જોડાયેલી છે અને તે ગુજરાત ચેપ્ટરની હેડ છે.ક્રીનાને તેના મિત્રો “ગુજરાતની કેટરિના કૈફ” તરીકે ઓળખાવે છે.તેનો લુક કેટરીના મળતો આવે છે. હાલમાં તો તે આ સિરિયલ દ્વારા હવે ટીવી જગતમાં ખુબ જ નામના મેળવી શકશે. આ સિરિયલમાં સિનેમાના બે લોકપ્રિય કલાકર પિંકી પરીખ અને ફિરોઝ ઈરાની ધારાવાહિકમાં પુનરાગમન કર્યું છે.