Gujarat

ગુજરાતી ખબર

રેપ અને છેડટીના અનેક બનાવ બનતા હોય છે. ક્યારેક યુવાન તો ક્યારેક પુરુષો પણ આ ઘટનામાં સંડોવાયેલા હોય છે.હાલમાં જ એક આવી ઘટના બની જેમા કોઈ સામાન્ય વ્યક્તિ નહીં પરંતુ હાઈસ્કૂલનાં આચાર્ય ઉપર છેડતી નો આરોપ લગાડવામાં આવ્યો. આ ઘટના કોઈ સામાન્ય ન હતી.ખરેખર તમને જાણીને ખૂબ જ આશ્ચય થશે કે,આ ઘટના ને લીધે આચાર્ય પોતાના જીવ ત્યજી દીધો.

અમે આપને આ ઘટના વિશે સંપૂર્ણ માહિતી આપીએ.સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ અંકલેશ્વરની સજોદ સાર્વજનિક હાઈસ્કૂલનાઆચાર્ય વિરેન ઘડિયાળી વિરુદ્ધ 5 દિવસ પહેલાં જ ધો.10ની છાત્રાને સ્કૂલે બોલાવી કારમાં બેસાડી શારીરિક અડપલાં કર્યાં હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ જ ફરિયાદ ને કારણે ભરૂચ નજીકના ગામમાંથી ગળેફાંસો ખાધેલી હાલતમાં તેમનો મૃતદેહ મળી આવતા સૌ કોઈ ચોંકી ગયા હતા.

ધો. 10માં અભ્યાસ કરતી 15 વર્ષીય વિદ્યાર્થિનીને વેકેશનમાં ગણિતના દાખલા આપવાના બહાને પોતાની કારમાં બેસાડી શારીરિક અડપલાં કર્યાં હોવાની ફરિયાદ વિદ્યાર્થિનીએ શનિવારે રાત્રે ફરિયાદ નોંધાવ્યા બાદ આચાર્ય વિરેન ઘડિયાળી અને તેમના પરિવારનું જીવવું કઠિન બની ગયું અને પોતાના પર લાગેલા આ આરોપ ન લીધે તેમને આવું પગલું ભર્યું.

આત્મહત્યાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પોહચી ગઈ હતી અને જાણવા મળ્યું છે કે મૃતકની પાસેથ પોલીસને એક ડાયરી પણ મળી છે, જેમાં આચાર્યે પોતાના પર ખોટી ફરિયાદ અને આક્ષેપો કરાયા હોવાની તેમજ પ્રતિષ્ઠાને લાંછન લગાવ્યાનો ઉલ્લેખ છે મહત્વની વાત એ જોકે ડાયરીમાં તેમના મોત પાછળનું રહસ્ય છુપાયું છે. હવે આ તમામ રહસ્યો પોલીસ તપાસ દ્વારા બહાર આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!