ધીરેન્દ્ર્શાસ્ત્રીના દરબારમાં ભજનોની રમઝટ બોલાવશે,ગુજરાતી કોયલ ગીતાબેન રબારી! જાણો, ક્યાં અને કયારે….
ગુજરાતના લોકપ્રિય ગીતાબેન રબારીની લોક ચાહના માત્ર ગુજરાત પૂરતી જ મર્યાદા નથી એ વાત આપણે સૌ કોઈ જાણીએ છે. દેશ વિદેશની ધરતીમાં તેઓ પોતાના સુરીલા અવાજને ગુંજાવી આવ્યા છે. હાલમાં જ મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે ભવ્ય ભજન સંધ્યામાં ગીતાબેન રબારી ભજનની રમઝટ બોલાવશે. તમને જણાવીએ દઈએ કે, આ ભવ્ય ભજન સંધ્યા શ્રી ધીરેન્દ્ર શાસ્ત્રીજીના સાનિધ્યમાં યોજાશે.
ગીતાબેન રબારીએ આ પહેલા પણ ઇન્દોરવાસીઓનું દિલ જીતી લીધું હતું, જ્યારે ગીતાબેન રબારીએ ખાટું શ્યામ બાબાજી આશ્રમ ખાતે ભજન સંધ્યામાં ભજનની રમઝટ બોલાવી હતી. આજ સાંજે ફરી એકવાર કનકેશ્વરી ગરબા કોમ્પ્લેક્સ, કનકેશ્વરી માતા મંદિર ટોડ, ઈન્દોર ખાતે ભવ્ય ભજન સંધ્યા યોજાશે અને આ ભવ્ય ભજન સંધ્યામાં બાગેશ્વર ધામના મહંત શ્રી ધ્રીરેન્દ્ર શાસ્ત્રીજી પણ ખાસ હાજર રહેશે.
ઇન્દોરવાસીઓના દિલમાં ગીતાબેન રબારીએ પોતાની ખાસ જગ્યા બનાવી છે, જેથી ફરી એકવાર ગીતાબેન રબારીએ મધ્યપ્રદેશના લોકોને પોતાના સ્વરથી મંત્રમુગ્ધ કરશે. આપણે જાણીએ છે કે દેશ વિદેશમાં પણ તેમણે પોતાના સુરીલા કંઠે ગીતો ગાઈને ડોલરનો વરસાદ પણ કરાવ્યો છે, હાલમાં ફરી એકવાર બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની સન્મુખ ગીતાબેન રબારી પોતાના સુરીલા સ્વરે ભજનની રમઝટ બોલાવશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.