ગુજરાતી લોકપ્રિય કલાકાર માયાભાઈ આહીરના પિતાશ્રી વિરાઆતાજીનું 103 વર્ષની ઉંમરે થયું નિધન….
ગુજરાતના લોકપ્રિય કલાકાર શ્રી માયાભાઈ આહીરના પરિવારમાં એક ખૂબ જ દુઃખદાયક ઘટના બની છે. તમને પણ આ વાત જાણીને દુઃખ થશે કે, માયાભાઈ આહીરના પિતાશ્રી વીરા આતાજીનું 103 વર્ષની વયે નિધન થયું છે. આ દુઃખદ સમાચારથી ગુજરાતી લોકસાહિત્ય કલાકારોની દુનિયામાં પણ શોકમય વાતાવરણ છવાઈ ગયું છે. દરેક લોકપ્રિય કલાકારોએ આ દુઃખ સમાચાર પોતાના સોશિયલ મીડિયા દ્વારા આપ્યા છે, ત્યારે માયાભાઈ આહીએ પણ પોતાના પિતાશ્રીના નિધનની ખબર આપી છે.
માયાભાઈ આહિરે પોતાણ સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરતા જણાવેલ છે કે, આજ રોજ, તા.30/07,2022ના રોજ અમારા પિતાશ્રી વિતા આતાનું ૧૦૩વર્ષની ઉંમરે અવસાન થયેલ છે. સદ્ગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા ચિર શાંતિ અર્પે એવી પ્રાર્થના.તેઓની અંતિમ યાત્રા આવતીકાલે 31/7/2022 સવારે 8:00 કલાકે બોરડા મુકામે રાખેલ છે.ખરેખર આ દુઃખ સમાચાર માયાભાઈ આહીરના પરિવારમાં આભ ફાટયા સમાન છે. આપણે સૌ કોઈ ઈશ્વરને પાર્થના કરીએ કે માયાભાઈ આહીરના પિતાશ્રીની આત્માને શાંતિ આપે અને માયાભાઈ આહિરના પરિવારને આ દુઃખદ ઘટના સહન કરવાની શક્તિ આપે.
આપણે સૌ કોઈ જાણીએ છે કે, માયાભાઈ આહીર જીવનમાં ખૂબ જ સંઘર્ષ કરીને આજે આ ઉચ્ચ પદે પહોંચ્યા છે. તેમની જીવનની સફળતા અને નિષ્ફળતાના તેમના પિતાશ્રી સાક્ષી રહ્યા છે, જીવનના દરેક ઉતાર અને ચઢાણમાં તેમને પોતાના પિતાશ્રી પાસે માર્ગદર્શન મેળવ્યું હશે ને જીવનમાં અનેક શીખો મેળવી હશે. આજે જ્યારે 103 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું છે, ત્યારે ખરેખર એક દીકરા માટે તો આ ક્ષણ આધાર ગુમાવ્યા બરોબર જ કહેવાય.
માયાભાઈ આહીરના પરિવારમાં બનેલી આ દુઃખ ઘટનાથી દરેક લોક સાહિત્ય કલાકારોમાં પણ શોકમય વાતાવરણ છવાઈ ગયું છે. લોકપ્રિય સાહિત્યકાર રાજભા ગઢગીએ પોતાના સોશિયલ મીડિયામાં આ દુઃખ સમાચાર વિશે જણાવેલ અને માયાભાઈ આહીરનાં પિતાશ્રીની શ્રધ્ધાજંલી પાઠવેલ છે. ગઈકાલે ગુજરાતી સિનેમા લોકપ્રિય કલાકાર રસિક દવેનું નિધન થયું ને આજે ફરી એક દુઃખ સમાચાર સામે આવ્યા.