અમેરિકામાં બાપુ તરીકે ઓળખાય છે! બાપુ, જય માતાજી વાળી કાર લઈને ફરે છે અમેરિકામાં જેના માટે ચૂકવ્યા આટલા ડોલર…
આજના સમયમાં ગુજરાતીઓની બોલબાલા દરેક જગ્યાએ છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે હવે તો જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. આપણે જાણીએ છે જે ગુજરાતમાં તો કાર થી લઈને બી.એમ.ડબ્લ્યુ જેવી મોંઘી કારોમાં પણ આપણે જય માતાજી કે પટેલ જેવા અનેક પોતાના કુળ ને લગતા નામો લખાવતા હોય છે. ત્યારે અમે આજે આપણે વાત કરીશું એક એવા ગુજરાતી પરિવાર વિશે જેઓ વિદેશમાં રહે છે છતાંય તેમને ત્યાં એવા કારનાં નંબર લીધા કે જાણીને ચોંકી જશો.
હાલમાં જ જાણવા મળ્યું છે કે, મુળ ધંધુકાનો રાજપૂત પરિવાર વર્ષોથી અમેરિકામાં રહે છે અને વિદેશમાં ઇન્દ્રવિજયસિંહ પણ એમની જ સંસ્કૃતિ સાથે વટથી ત્યાં રહે છે. તેમની ગાડી પાછળ અને ગાડીની નંબર પ્લેટ પર પણ જય માતાજી લખીને આખા અમેરિકામાં ફરે છે. ગાડીઓના નંબર ઉપરથી ત્યાંના અમેરિકન પણ હવે આ પરિવારના સભ્યોને બાપુ કહીને બોલાવતા થયા છે. ખરેખર આવો વટ તો એક ગુજરાતી જ પાડી શકે છે.
ચાલો અમે આપને સંપૂર્ણ ઘટના વિશે માહિતગાર કરીએ.ચુડાસમા ઇન્દ્રવિજય સિંહ વિક્રમ સિંહ જયારે તેમના પરિવાર સાથે વર્ષ 2001માં અમેરિકામાં સ્થાયી થયા ત્યારે તેમણે અમેરિકામાં પોતાની રેસ્ટોરંટ જ ઊભી કરી દીધી હતી. બાદમાં તેમણે ગેસ સ્ટેશન પંપ ચાલુ કર્યો છે. પરિવારને ગ્રીન કાર્ડ મળી ગયું અને અમેરિકાના નાગરિક બની ગયા.ખરેખર એનાથી મોટી લોકપ્રિયતા કંઈ હોય શકે?
અમેરિકામાં પોતાની ગાડીઓના કાફલાથી અને તેની અનોખી નંબર પ્લેટથી પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. તેમની તમામ ગાડીઓને નંબર પ્લેટમાં રાજપૂત સમાજના જીવનમાં રોજ વપરાતા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગાડીઓની નંબર પ્લેટમાં દાજીબાપુ જય મતાજી, જે માતાજી, રાણા, વગેરે શબ્દો રાખવામાં આવે. આ ખરો ગુજરાતી છે જે વિદેશની ધરતીમાં પણ પોતાનું ગુજરાતીપણું ન ભુલે.ખરેખર આ નંબર પ્લેટ ની ચર્ચા દેશ ભરમાં થઈ રહી છે અને સૌ કોઈ આ ગુજરાતીને વખાણી રહ્યા છે.