લવની ભવાઈ ફિલ્મના સિંગર જીગરદાન ગઢવીના વહાલમ આવ્યા! આ યુવતી સાથે કરી સગાઇ જન્મ દિવસની ખાસ ઉજવણીના ફોટા વાયરલ જેમાં…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં આખા વિશ્વમાં ગુજરતી ફિલ્મો અને સંગીતે પોતાની આગવી અને ખાસ ઓળખ અને સ્થાન બનાવ્યું છે. લોકો હવે ગુજરાતી ગીતો તરફ વળવા લાગ્યા છે અને તેના પર પોતાનો પ્રેમ વર્ષાવી રહ્યા છે. હવે લોકોને અન્ય ભાષાઓ કરતા ગુજરાતી ભાષામાં બનેલી ફિલ્મો જોવી વધુ પસંદ પડે છે. જો કે ગુજરાતી સંગીત અને ફિલ્મોને સફળ બનાવવા પાછળ ગુજરાતી કલાકારોએ ઘણી મહેનત કરી છે.
આપણે અહી એક એવાજ લોકપ્રિય ગુજરાતી કલાકાર વિશે જાણવાનું છે કે જેમણે પોતાના અવાજથી કરોડો આશિકોની વાત કહી છે. આપણે સૌ જાણીએ છીએ કે થોડા સમય પહેલા સુપર હિટ ફિલ્મ “ લવની ભવાઈ “ આવી હતી આ ફિલ્મે ગુજરાતી સિનેમાને નવી ઓળખ આપી હતી આજે પણ લોકો આ ફિલ્મ જુઓ છે ખાસ તો આ ફિલ્મના ગીત લોકોના હૈયે વસી ગયા છે આવું જ એક ગીત છે “ વહાલમ આવો ને “ આપણે અહી આ ગીતના સિંગર જીગર દાન ગઢવી વિશે વાત કરવાની છે કે જેમણે હાલમાં જ પોતાના જીવનના વહાલમ સાથે નવા જીવનની શરૂઆત કરી છે.
જણાવી દઈએ કે જીગર દાન ગઢવી અને તેમની ગર્લ ફ્રેન્ડ યતી ઉપાધ્યાય છેલ્લા બે વર્ષથી રીલેશનશીપ માં હતા અને આખરે ડીસેમ્બર ૨૦૨૧ માં તેમણે સંબંધ આગળ વધારતા સગાઇ કરી હતી, જો કે હાલમાં જે ખાસ રીતે જીગર દાન ગઢવીએ યતી નો જન્મ દિવસ ઉજવ્યો છે તેના ફોટાઓ સોસ્યલ મીડયા પર ઘણા વાયરલ થઇ રહ્યા છે. જણાવી દઈએ કે આ ખાસ દિવસે જીગર દાન ગઢવીએ યતી માટે પાર્ટી નું આયોજન કર્યું હતું જેમાં અંગત મિત્રો પણ હાજર હતા વાયરલ થતા ફોટામાં જોઈ શકાય છે કે યતિના જન્મ દિવસની ઉજવણી નિમિતે ફૂલો અને ફુગ્ગાથી ડેકોરેશન કરવામાં આવ્યું છે અને લાઈટની મદદથી હેપી બર્થડે લખવામાં આવ્યું છે.
આ ખાસ દિવસે યતિએ સફેદ રંગના એફ સોલ્ડર ડ્રેસ જયારે જીગર દાન ગઢવીએ કાળા રંગના કપડા પહેર્યા હતા. જેની તસ્વીર સોસ્યલ મીડયા પર ફેંસ સાથે શેર કરવામાં આવી હતી જેની સાથે જીગર દાન ગઢવી એક સુદર મેસેજ પણ લખ્યો હતો કે ‘હેપ્પી બર્થ ડે માય લવ. આ પહેલીવાર છે જ્યારે તારા બર્થ ડે પર આપણે સાથે છીએ. તને દરેક ખુશી અને સારું સ્વાસ્થ્ય મળે. જીવન વિશે તારી પાસેથી ઘણી વસ્તુઓ શીખવી તે આજકાલ મારી ફેવરિટ વસ્તુ છે. જેવી છે તેવી જ રહેજે હંમેશા. નકલી ફૂલોથી દૂર રહેજે. કારણ કે તું અસલી છે!!. તું મારું પહેલું અને અંતિમ ગીત છે, તું તે જાણે તેમ હું ઈચ્છું છું. આઈ લવ યુ સો મચ. ચાલ સાથે મળીને જીવનનું ગીત ગાઈએ મારી પાર્ટનર’.
જો વાત યતી ઉપાધ્યાય અંગે કરીએ તો તેઓ ઓસ્ટ્રેલિયા ના સર્ટીફાઇડ નર્સ છે જો વાત યતી અને જીગર દાન ગઢવી ની પહેલો મુલાકાત અંગે કરીએ તો જણવી દઈએ કે વર્ષ ૨૦૧૯ માં યતિએ એક નવરાત્રી નો પ્રોગ્રામ હોસ્ટ કર્યો હતો જેમાં જીગર દાન ગઢવીએ પણ પરફોર્મન્સ આપ્યું હતું જે બાદ સંચાલકો દ્વારા કરવામાં આવેલ પાર્ટીમાં જીગર દાન ગઢવી ને બોલાવવામાં આવ્યા ત્યારે તેમણે સંચાલકો ને યતીને પણ બોલાવવા કહ્યું ત્યારે તેમની પહેલી મુલાકાત થઇ જે બાદ તેઓ ફોન પર પણ વાતો કરવા લાગ્યા આમ તેમની વચ્ચે મિત્રતા વધતી ગઈ અને પ્રેમ સંબંધ માં ફેરવાઈ