ગુજરતી લોક ગાયક ઉર્વશી રાદડિયા દુબઇ માં જલવો !જુવો દમદાર ફોટો અને વિડીઓ…
હાલમાં જ ઉનાળાની ઋતુ શરૂ થતાં જ અનેક કલાકારો ફરવા માટે નીકળી ગયા છે, ત્યારે હાલમાં જ ગુજરાતનાં લોકપ્રિય ગાયિકા ઉર્વશી રાદડીયા પણ દુબઇ ફરવા માટે ગયા છે, ત્યારે સોશિયલ મીડિયામાં તેમની તસ્વીરો ખૂબ જ વાયરલ થઈ છે.ગુજરાતનાં લોકપ્રિય કલાકારોની યાદીમાં અલ્પાબેન, ગીતાબેન અને કિંજલ દવે ની સાથો સાથ ઉર્વશી પણ આંનદદાયક પળ માણવા માટે દુબઈ ગયેલ છે. ચાલો ત્યારે અમે આપને જણાવીએ કે, દુબઈમાં આખરે તેઓ કંઈ રીતે પોતાની ટ્રીપ વિતાવી રહયા છે.
ઉર્વશી રાદડીયા કિંજલ અને પવન તેમજ આકાશ સાથે દુબઇના પ્રવાસે ગયા છે. દરેક કલાકારોએ દુબઇ જવાથી લઈને ત્યાં પોહચી ગયા પછીની દરેક પળે પળની ખબર સ્ટોરી દ્વારા આપવામાં આવી રહી છે. ઉર્વશીએ કિંજલ દવે તેમજ દુબઈના આલીશાન સ્થળો અને રેગીસ્તાનમાં સફારીનો આંનદ માણ્યો છે. આ વીડિયો તેણે સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. તેમજ દુબઈ ફ્રેમ અને સ્ટીમ્બરમાં બેસીને પણ ખૂબ જ મનમોહક અદાકારીમાં તેમને પોઝ આપ્યા છે. ત્યારે ચાલો અમે આપને ઉર્વશી રાદડિયા વિશે પણ થોડો પરિચય આપીએ.
અતિ વૈભવશાલી જીવન જીવનારઉર્વશી રાદડિયાને ‘કાઠિયાવાડની કોયલ’ના નામથી પણ ઓળખવામાં આવે છે. 31 વર્ષીય લોકગાયિકા ઉર્વશી રાદડિયાનો જન્મ તારીખ 25 મે, 1990ના રોજ થયો અને તેનો ઉછેર અમદાવાદ શહેરમાં થયો છે. નાની ઉંમરે ઉર્વશી રાદડિયાએ ગાવાનું શરૂ કર્યું હતું. આજે લોક સંગીતમાં ઉર્વશી રાદડિયા જાણીતું નામ છે અને મોટું ફેન ફોલોઈંગ ધરાવે છે.
ગુજરાતના નાનકડા ગામમાં જન્મેલી સિંગર ઉર્વશી રાદડિયાએ ખૂબ સંઘર્ષ કર્યો છે. એક મીડિયા રિપોર્ટ મુજબ, ઉર્વશી રાદડિયાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેના પિતા માત્ર 3 હજાર રૂપિયા કમાતા હતા કે જેમાં તેમનું ઘર ચાલતું હતું. ઉર્વશી રાદડિયાના પિતાએ બચત કરીને ઉર્વશીના મ્યુઝિક ક્લાસની ફી ભરી. ઉર્વશી રાદડિયાએ જણાવ્યું કે આજે હું જે પણ છું તેમાં પરિવારનું સમર્પણ, સાથ અને ત્યાગ છે. ઉર્વશી રાદડિયા ગુજરાતી સિવાય પંજાબી, રાજસ્થાની અને હિન્દી ગીતો પણ ગાઈ ચૂકી છે
એક મીડિયા રિપોર્ટમાં એવું પણ જણાવાયું છે કે ઉર્વશી રાદડિયા જાણીતા સુફી સિંગર આબિદા પરવીનથી પ્રેરિત છે. ઉર્વશી રાદડિયા શરૂઆતમાં પોલીસ ઓફિસર બનવા માગતી હતી પણ પરિવારની આર્થિક સ્થિતિ સારી નહીં હોવાથી પોલીસ ઓફિસર બનવા માટેનું સપનું પૂરું કરી શકી નહીં. બાદમાં પોતાના મનગમતા સંગીતના ક્ષેત્રે આગળ વધવાનું નક્કી કર્યું.