ગુજરાતવાસીઓ આવા ઠગબાઝોથી ચેતજો!! અમદાવાદની દંપતીએ બોટાદના વકીલના 1.12 કરોડ ખંખેર્યા, આવી રીતે કરી ઠગાઈ….
છેતરપીંડીના અનેક બનાવો સામે આવે છે, ત્યારે હાલમાં જ બોટાદના એડવોકેટ સાથે અમદાવાદી દંપતીએ દીકરા-દીકરીને ડિગ્રી અને સરકારી નોકરી અપાવવાની લાલચ આપી 1.12 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી. આ સમગ્ર બનાવ અંગે અમે આપને વધુ વિગતવાર માહિતી આપીએ કે આખરે કઇ રીતે દંપતીએ કરોડો રૂપિયાની ઠગાઈ કરી.
આરોપી ચિરાગ ગાંધીનગરના સચિવાલયમાં કામ કરતો હતો તેમજ આરોપીએ જોશીને ખાતરી આપી હતી કે તેમના પુત્ર દેવને અમદાવાદની GMERS મેડિકલ કોલેજમાં પ્રવેશ અપાવશે. ઓછા મેરિટને કારણે પ્રવેશ મેળવી શક્યો ન હતો આ કારણે પીડિત વ્યક્તિ એ આરોપીને રૂ. 67.50 લાખ આપેલા.
તેમની પુત્રીને પણ અઘરી UPSC પરીક્ષા પાસ કરવામાં અને તેણીને પોસ્ટિંગનો સરકારી ઓર્ડર મેળવવામાં મદદ કરવાની દંપતીની ઓફરના ચક્કરમાં પડી ગયા હતા. જેના માટે પંડ્યાએ રૂપિયા 45 લાખ રોકડા લીધા હતા.
જોશી અને તેનો પરિવાર ચિરાગને મળવા ગાંધીનગર ગયો હતો જ્યાં તેણે દેવનું ઓનલાઈન ફોર્મ ભર્યું હતું અને તેમને 27 ડિસેમ્બરે આવવા કહ્યું હતું. જો કે, ચિરાગે વકીલને પણ આ વાત કોઈને ન જણાવવા જણાવ્યું હતું
પીડિત નવ મહિનામાં રોકડ અને મિલકત આપી અને તેણે બેંક અને સંબંધીઓ પાસેથી પૈસા ઉછીના લીધા તેમજ સોનુ વેચજ્યારે તેઓએ તેમના કૉલ્સ લેવાનું બંધ કર્યું ત્યારે તેમને સમજાયું કે તેમની સાથે છેતરપિંડી થઈ છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.