Gujarat

વિદેશ જવાનું વિચારતા ગુજરાતીઓ ચેતી જજો! આફ્રિકામાં ગુજરાતીઓ યુવકની થઈ હત્યા, હત્યાનું કારણ જાણીને હચમચી જશો..

આપણે સૌ કોઈ જાણીએ છે કે, ગુજરાતીઑ દેશ વિદેશમાં વસી રહ્યા છે પરંતુ અનેકવાર એવા બનાવ સામે આવે છે કે, વિદેશમાં અનેક કારણોસર ગુજરાતીઓની હત્યાના બનાવો બને છે. હાલમાં જ વધુ એક બનાવ સામે આવ્યો છે, તમને જાણીને નવાઈ લાગશે કે, સાઉથ આફ્રિકામાં યુવકની ખૂબ જ ઘાતકી રીતે હત્યા કરવામાં આવી, ચાલો આ બનાવ અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ કે આખરે કયા કારણોસર આ બનાવ બન્યો.

ગુજરાત ટેકના અહેવાલ અનુસાર પ્રાપ્ત થયેલ વિગત અનુસાર મૃતક ગુજરાતી યુવક ભરૂચના જંબુસર તાલુકામાં આવેલા સારોદ ગામનો રહેવાસી હતો. આ યુવકનું નામ સાહીલ અજીજ મુન્શી હતું. મૃતક યુવક રોજગારી અર્થે તે દક્ષિણ આફ્રિકામાં કામ માટે ગયો હતો પરંતુ વિધિના લેખ તો જુઓકે જે યુવક પોતના પરિવાર માટે દૂર ગયો એ જ યુવક સદાયને માટે આ દુનિયા છોડીને ચાલ્યો ગયો.

આ બનાવમાં જાણવા મળ્યું કે, મોતની ઘટના બની એ પહેલા યુવક સાહિલ નોકરી પરથી છુટીને પોતાની ગાડીમાં ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે જ અચાનક જ રસ્તા પર નીગ્રો લૂંટારૂઓએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો અને યુવકને ગોળી મારી ઈજાગ્રસ્ત કરી નાખ્યો હતો છતાં પણ યુવકે હિંમતથી કાર ચલાવતો રહ્યો પણ આખરે આરોપીઓએ 6-7 જેટલી ગોળીઓ મારી દીધી હતી.

આ દૂ:ખદ ઘટનાને પગલે યુવકના ગામમાં શોકનું વાતાવરણ ફેલાય ગયું છે અને પરિવારજનોમાં પણ દુખની લાગણીઑ છવાઈ ગઈ છે કારણ કે, આ દૂખદ ઘટનાને કારણે પરિવારે પોતાનો લાડકવાયો દીકરોગુમાવ્યો છે. આ પહેલા પણ અનેક દેશોમાં ગુજરાતીઓની હત્યાના બનાવો બન્યા છે, ત્યારે આ દૂખદ ઘટના ખરેખર સૌ ગુજરાતીઓ માટે ચેતવણી સમાન છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!