ગુજરાતના ભજન સમ્રાટ કીર્તિદાન ગઢવીએ પરિવાર રંગે રમ્યા, સોશીયલ મીડીયા પર પત્ની અને દીકરા સાથેની તસવીરો કરી શેર…
ભારતભરમાં કાલના દિવસે ધૂળેટીના પાવન પર્વની રંગોત્સવ સાથે ભવ્ય ઉજવણી થઈ. હાલમાં સોશિયલ મીડિયા પર માત્રને માત્ર ધુળેટીની તસવીરો વાયરલ થઈ રહી છે, સામાન્ય વ્યક્તિઓથી લઈને સેલિબ્રિટીઝ પણ રંગે રમ્યા હતા. ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકાર કિર્તીદાન ગઢવી એ પણ પોતાના પરિવાર સાથે રંગે રમ્યા હતા. હાલમાં આ તસવીરો સોશીયલ મીડીયામાં સામે આવી છે, આ તસવીરો સૌ કોઈ લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે.
આપણે સૌ કોઈ જાણીએ છે કે, કિર્તીદાન ગઢવી અવારનવાર પોતાના પરિવાર સાથે અનેક તહેવારો મનાવતા જોવા મળે છે, હાલમાં ધૂળેટીના પર્વની ઉજવણી પણ તેમને ખૂબ જ ધામધૂમથી કરી છે. આ વાયરલ તસવીરોમાં તમે જોઈ શકશો કે કિર્તીદાન ગઢવીને પોતાના પત્ની સોનલ ગઢવી અમે દીકરા રાગ સાથે ખૂબ જ પ્રેમ પૂર્વક રંગે રમ્યા. આ તસવીરો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.
ખરેખર, કિર્તીદાન ગઢવી પોતાના પરિવારને ખૂબ જ પ્રેમ કરે છે તેમજ ખાસ કરીને પોતાના નાના દીકરા રાગ સાથે તેઓ અવારનવાર જોવા મળે છે. રાગ વિશે અમે આપને ટુંકમાં જણાવીએ તો રાગ કિર્તીદાન ગઢવીનો સૌથી નાનો દીકરો છે તેમજ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ ફેમસ છે. કહેવાય છે ને કે મોરના ઈંડાને ચીતરવા ન પડે એવી જ રીતે રાગ પણ કિર્તીદાન ગઢવીની જેમ જ સંગીતમાં ખૂબ જ લોકપ્રિય થશે એ વાતમાં કોઈ શંકા નથી.
હાલમાં તો કિર્તીદાન ગઢવીએ શેર કરેલી ધુળેટીની તસવીરો ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે. આ તસવીરો પર અત્યાર સુધી લાખો લોકો કૉમેન્ટ્સ કરી ચૂક્યા છે તેમજ આ તસવીર પર અત્યાર સુધી ૩૦ હજાર થી વધુ લાઈક મળી છે તેમજ સૌ કોઈ કિર્તીદાન ગઢવીના વખાણ પણ કરી રહ્યા છે, ખરેખર કિર્તીદાન ગઢવીએ સૌ પ્રેમના રંગે રંગી દીધા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.