Entertainment

ગુજરાત ના પ્રખ્યાત લોક ગાયકા ગીતાબેન રબારી એ બાબા રામદેવ ના પતંજલી યોગપીઠ ની મુલાકાત લીધી…જુઓ ખાસ તસવીરો

ગુજરાતની લોકપ્રિય ગાયક કલાકાર ગીતાબેન રબારી હાલમાં હરિદ્વારના પ્રવાસે છે. આ વાત આપણે સૌ કોઈ જાણીએ છે. થોડા દિવસો પહેલા જ ગંગા પૂજાની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી અને આ તસવીરોને ચાહકોએ પણ ખુબ જ પસંદ કરી હતી.

ગીતા રબારી પણ પોતાના પતિ પૃથ્વી સાથે હરિદ્વારના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે હાલમાં જ બાબા રામદેવના પતંજલી યોગપીઠ ની મુલાકાત લીધી.

સોશિયલ મીડિયામાં આ તસવીરો વાયરલ થઇ રહી છે અને ગીતા રબારી પણ આ તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરીને લખ્યું છે કે, મને આદરણીય યોગ ઋષિ બાબા રામદેવજી મહારાજ અને આદરણીય આચાર્ય શ્રી બાલકૃષ્ણજીની હાજરીમાં પતંજલિ યોગપીઠ, હરિદ્વાર ખાતે મારા કીર્તન દ્વારા મારી વાણીને પવિત્ર કરવાનું સૌભાગ્ય મળ્યું.

તસવીરોમાં તમે જોઈ શકો છો કે બાબા રામદેવજીએ ગીતાબેન રબારીનું સન્નમાન કર્યું અને તેમની ગાયિકીના વખાણ પણ કર્યા હતા. ગીતા બેન પણ બાબા રામદેવની હાજરીમાં પોતાના કોકિલા કંઠે હરિદ્વારને ભક્તિમય બનાવ્યું હતું. આ દરેક પળને તેમના ચાહકો સાથે શેર કરી છે, હરિદ્વાર ખાતે પંતજલિ યોગપીઠમાં કોઈક કલાકારનું સન્માન થયું હોય તો તે કદાચ ગીતાબેન રબારી પ્રથમ ગાયક કલાકાર હશે.


ફેસબુકમાં ગીતાબેન રબારીએ એક વિડીયો શેર કર્યો છે અને આ વિડીયો શેર કરતા પણ તેમણે લખ્યું છે કે જેઓ સમગ્ર વિશ્વમાં ભારતીય આયુર્વેદ અને યોગનું મહત્વ સમજાવે છે એવા સૌથી

આદરણીય યોગ ઋષિ બાબા રામદેવજી મહારાજ અને આદરણીય આચાર્ય શ્રી બાલકૃષ્ણજીની હાજરીમાં પતંજલિ યોગપીઠ, હરિદ્વાર ખાતે મારા કીર્તન દ્વારા મારી વાણીને પવિત્ર કરવાનું સૌભાગ્ય મળ્યું છે.

ખરેખર ગીતાબેન રબારીએ પોતાના જીવનમાં ખુબ જ સફળતા પ્રાપ્ત કરી છે અને આજે વિશ્વમાં તેમનું નામ ગુંજી રહ્યું છે. રોણા શેરમાં સોન્ગ દ્વારા ગીતાબેન રબારીને નામના મળી અને ત્યારબાદ તેમને ક્યારેય પાછળ ફરીને નથી જોયું અને આજે તેઓ વિશ્વ ફલકે ગુજરાતી ગીતોને પહોંચાળી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!