ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિજલ દવેને સંગીતક્ષેત્રે મળશે આ ખ્યાતનામ પુરસ્કાર, પિતા લલિત દવે સોશિયલ મીડિયા પર શેર કર્યો આ ખાસ સંદેશ…વાંચો
હાલમાં જ ગુજરાત રાજ્ય સરકાર નાટક એકાદમી સંગીત , નાટક અને લોક કલા ક્ષેત્ર થકી ગુજરાત ગૌરવ પુરસ્કાર જાહેર કરવામાં આવ્યા છે, આ પુરસ્કારમાં ગુજરાતના ખ્યાતનામ ગાયક કલાકારો તેમજ લોક સાહિત્ય કલાકારોનું નામ છે, તેમના તમને જાણીને ખુશી થશે કે સંગીત ક્ષેત્રે વિશ્વભરમાં ગુજરાતનું નામ ઉજળું કરનાર ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેને પણ ગુજરાત ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.
કિંજલ દવેના પિતા લલિત દવે એ અનોખી રીતે આ ખુશી લોકોને વર્તાવી છે. લલિત દવે એ સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરતાની સાથે પોતાની લાગણી પણ વ્યક્ત કરી. લલિત દવે એ લખ્યું કે, ખાસ એક વાત કરૂતો હું મારા નિત્ય કર્મ હીરા ઘસવાના કામ સાથે નાના મોટા ગરબા ભજનના પોગ્રામ કરતો ત્યારે ઘણા બધા કલાકારોના પોગ્રામ જોઈને મનમાં એક એવી ઈચ્છા થતી કે મારું પણ મોટું નામ બને મને પણ લોકો ઓળખે એવી ઈચ્છા ની
દોડભાગ અને કઠિન પરિસ્થિતિ માં એક અંધારી રાત પછી જેમ સૂર્યનું કિરણ ધરતી ઉપર પડે અને અંધારૂ દૂર થઈ જાય એમ મારા જીવનમાં પણ ભગવાને મારી તમામ આશા અપેક્ષા અને સપના પુરા કરવા એક આશાનું કિરણ પાથર્યું એ બીજું કોઈ નહીં પણ જેના નામ થી આજે જે કોઈ મને ઓળખે છે એવી મારી દીકરી કિંજલ દવે એનું કાલુઘેલું ગાવું અને હું એ અને મારી સાયકલ પછી બાઇકને ગામો ગામ ના ધક્કા પણ સમય ની સાથે તમારા બધાના આશીર્વાદ અને માં ચેહર ની કૃપા થકી આજે એજ મારી દીકરી ગુજરાત સહિત દેશ વિદેશમાં કાર્ય કર્મ કરી આપણી સંસ્ક્રુતિને ઉજાગર કરી અને તેનું પણ નામ ગુંજતું થયું છે ત્યારે
મારી દીકરીના નામને જાહેર કર્યું એ બદલ ગુજરાત સરકારનો ખુબ આભાર અને આજે કહેવા માટે કોઈ શબ્દો નથી અને આ પુરસ્કાર જાણે મને મળ્યો હોય એ ખુશી સાથે સંગીત પ્રેમી જન્નતા નો અને અહીં સુધી પહોંચવા માં જેણે જેણે સાથ સહકાર અને સપોર્ટ કર્યો છે એ બધાનો દીલથી આભાર વ્યક્ત કરૂં છું સાથે ચેહર માં આપ સર્વની મનોકામના પુરીકરે એવી પ્રાર્થના અને આ પુરસ્કારની પ્રોસેશ માટે સલાહ સુચન આપવા માટે મારા મિત્ર ચકા ભાઈ અને ભાવિન ભાઈ ભાઈ નો પણ આભાર. ખરેખર આ એક ખુશીની વાત કહેવાય કે વિશ્વ ભરમાં ગુજરાતનું નામ ગુંજતું કરનાર કિંજલ દવેને આ પુરસ્કારથી સન્માનીત કરવામાં આવશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.