ગુજરાત ના લોકપ્રિય સિંગર કીંજલ બેન દવે પરીવાર સાથે આ દેશ ના પ્રવાસે ! જુઓ ખાસ તસવીરો
ગુજરાત ના લોકપ્રિય ગાયક કલાકારો હાલમાં વિદેશ પ્રવાસ માટે જઈ રહ્યા છે, ત્યારે હાલમાં કીંજલ બેન દવે (Kinjalben dave) પોતાના પરીવાર સાથે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જઈ રહ્યાં છે. આ ખાસ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે પહેલીવાર કિંજલ દવે સહ પરિવાર સાથે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ( Austlia) જઈ રહી છે. અમે આપને વિગતવાર જણાવીએ કે ક્યાં કારણોસર કિંજલ દવે ઑસ્ટ્રેલિયા જઈ રહી છે.
ગુજરાતના લોકપ્રિય ગાયિકા તરીકે અને ગુજરાતી કોયલ તરીકે કિંજલ દવેનું નામ મોખરે છે અને વિદેશમાં પણ કિંજલ દવેની લોકપ્રિયતા એટલી જ વધારે છે.
. હાલમાં થોડા દિવસ પહેલા જ કિંજલ દવે પોતાના ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક એકાઉન્ટ દ્વારા ઓસ્ટ્રેલિયા ટુરની વાત જાહેર કરી હતી. તમને જણાવી દઈએ કે કિંજલ દવે ઑસ્ટ્રેલિયામાં આયોજિત નવરાત 2023માં હાજરી આપશે. (navrat2023)
ઑસ્ટ્રેલિયાના અલગ અલગ સિટીમાં તારીખ 29 જુલાઈથી 13 ઓગસ્ટ સુધી ગુજરાતીઓ કિંજલ દવેના સ્વરે ગરબા (Garaba) રમશે. ખરેખર આપણા ગુજરાતીઓ (Gujarati) માટે ગર્વની વાત છે કે વિદેશની ધરતી પર આપણા ગુજરાતીઓએ આપણી પરંપરા અને સંસ્કૃતિને જીવંત રાખીને વિદેશમાં ગુજરાતીપણું અને ગુજરાતને ધબકતું રાખ્યું છે.
ઑસ્ટ્રેલિયા પ્રવાસની તસવીરો કિંજલ દવેના પિતા લલિત દવે શેર કરી છે, આ તસવીરોમાં લલિત દવે તેમના પત્ની અને પુત્ર આકાશ તેમજ કિંજલને સાથે જોઈ શકો છો. આ તસવીરો હાલમાં સોશિયલ મિડિયામાં કિંજલદવેના (Gujarati singer )ચાહકોને ખાસ પસંદ આવી રહી છે અને સૌ કોઈએ કોમેન્ટ્સ બોક્સમાં તેમના આ પ્રવાસ બદલ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.