ગુજરાતના સ્ટાર સિંગર ઉર્વશી રાદડિયાએ આ ખાસ તસવીરો પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી… જુઓ આ ખાસ તસ્વીર
ગુજરાતના લોકપ્રિય સિંગર ઉર્વશી રાદડિયાની (Uravshi Radadiya) સોશિયલ મીડિયામાં તસવીરો વાયરલ થઈ રહી છે. આ તસવીરો મુંબઈ શહેરની છે. આપણે જાણીએ છે કે ગુજરાતના અનેક લોકપ્રિય સિંગર (Gujarat famous singer) હાલમાં દેશ વિદેશમાં પ્રવાસ પર છે, ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર ઉર્વશી રાદડીયાની તસવીરો (Photos Viral on social media) વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં તમે જોઈ શકશો કે ઉર્વશીબેન ખૂબ જ સુંદર લાગી રહ્યા છે.
ઉર્વશીબેને લાઈટક્રીમ ડ્રેસમાં ઓપન હેર રાખ્યા છે અને સિમ્પલ જવેલરી પહેરી છે. તમને જણાવી દઈએ કે ઉર્વશીબેને અંગત પ્રસંગ માટે મુંબઈ શહેરની મુલાકાત લીધી હતી અને ત્યાં આયોજિત લગ્નમાં ઉર્વશીબેન આ નવા લુકમાં (Uravshi new look )જોવા મળ્યાં હતાં. ખરેખર આ તસવીરો અનેક લોકોને પસંદ આવી રહી છે. દરેક ચાહકોએ ઉર્વશીબેનના આ લુકના વખાણ કર્યા છે તેમજ અનેક કલાકારોએ (Gujarati kalakar) પણ ઉર્વશીબેનના આ લુક પર કૉમેન્ટ્સ કરી છે. ખરેખર ઘણા સમય પછી ઉર્વશીબેન લાઇમ લાઇટમાં આવ્યાં છે. હાલમાં એક તરફ ગીતાબેન અને કિંજલ દવે સોશિયલ મીડિયામાં ( social media ) ખૂબ જ ચર્ચાઈ રહ્યા છે, ત્યારે હવે ઉર્વશીબેન પણ લાઇમ લાઇટમાં આવ્યાં છે.
આપણે જાણીએ છે કે, ઉર્વશીબેને ગુજરાતના લોકપ્રિય સિંગર બનવા માટે ખૂબ (Gujarat singer )જ મહેનત અને સંઘર્ષ કરેલ છે અને આ કારણે જ તેઓ આજે સફળતા હાંસિલ કરી શક્યા છે. ઉર્વશીબેન રાદડિયાનો જન્મ 25મે 1990ના રોજ અમરેલીમાં થયો છે. તેમના માતાનું નામ સરોજબેન અને પિતાનું નામ માધુભાઈ રાદડિયા છે. જન્મ અમરેલીમાં થયો પરતું ઉર્વશી રાદડિયાનો ઉછેર અમદાવાદમાં થયો છે.
મહત્વની વાત એ છે કે, માત્ર 6 વર્ષની ઉંમરે જ મ્યુઝિકમાં શરૂઆત કરી હતી.એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા ત્યાં પર્ફોમન્સ કરનાર લેડી સિંગર ન આવતા ઉર્વશીને સ્ટેજ (stage )પર ગાવાની તક મળી. અને ત્યારથી ગુજરાતી ગાયિકા તરીકે ઉર્વશી લોકપ્રિય બન્યા.ઉર્વશી રાદડિયાની ઘરની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી છતાં પણ તેમના પિતાએ બચત કરીને ઉર્વશીના મ્યુઝિક ક્લાસની ફી ભરતા (Music class fees). ઉર્વશી રાદડિયાએ જણાવ્યું કે આજે હું જે પણ છું તેમાં પરિવારનું સમર્પણ, સાથ અને ત્યાગ છે. ઉર્વશી રાદડિયા ગુજરાતી સિવાય પંજાબી, રાજસ્થાની અને હિન્દી ગીતો પણ ગાઈ ચૂક્યા છે.
ઉર્વશીને ભણવાની ખૂબ જ ઈચ્છા હતી. બાળપણથી જ તેમને IAS અધિકારી બનવું હતું. (childhood dream)પરંતુ પરિસ્થિતિને કારણે 12 વર્ષની ઉંમરે જ પરિવારની જવાબદારી આવી ગઈ અને આ કારણે તેમનું આઈ.એ.એસ અધિકારી બનવાનું સપનું અધૂરું જ રહી ગયું પરંતુ આજે તેમને ગુજરાતના લોકપ્રિય ગાયિકા તરીકે ગુજરાતમાં અને દેશ વિદેશમાં નામના મેળવી છે.