ગુજરાતના આ નાના એવા ગામના વતની છે સૌના લોકચાહિતા “જેઠાલાલ” ! સલમાન ખાન સાથે પણ કર્યું હતું કામ, જાણો તેમના વિશેની આ ખાસ વાતો…
તારક મેહતા કા ઉલ્ટા ચશમા શો વિશે તો તમે મિત્રો જાણતા જ હશો કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી આ શોએ દરેક લોકોના દિલો પર રાજ કરતું થયું છે, શોની કોમેડી સ્ક્રીપટ તથા તમામ પાત્રોને લઈને આ શોને ખુબ જ લોકચાહના મળી રહી છે, નાના બાળકોથી લઈને વૃદ્ધ વયના વડીલો પણ હાલ આ શો જોતા થયા છે. આ શોના પાત્રો વિશે વાત કરવામાં આવે તો બધા જ પાત્રો ખુબ જ સરસ છે પરંતુ આજના આ લેખના માધ્યમથી અમે જેઠાલાલ એટલે કે દિલીપ જોશી વિશે વાત કરવાના છીએ.
જેઠાલાલને કોણ નથી ઓળખતું ? ફક્ત ગુજરાત જ નહીં પરંતુ આખા દેશની અંદર જેઠાલાલને ખુબ પસંદ કરવામાં આવે છે એટલું જ નહીં જેઠાલાલ એટલે કે દિલીપ જોશીને આપણે શોની કરોડરજ્જુ પણ કહી શકીએ કારણ કે અનેક એવા લોકો છે જે જેઠાલાલ તથા દયાભાભીને લીધે જ આ શો જોતા હોય છે પરંતુ દયાભાભી તો હાલ આ શો છોડી જતા રહ્યા હતા જયારે જેઠાલાલ હજી શોમાં કાયમ જ છે, તો જેઠાલાલ એટલે કે દિલીપભાઈ જોશીના જન્મસ્થળ તથા તેમની અંગત અનેક વાતો વિશે લોકો અજાણ છે.
તમને જણાવી દઈએ કે દિલીપભાઈ જોશી મૂળ આપણા ગુજરાતી જ છે, દિલિપ જોશીનો જન્મ 26 મેં 1968 ના રોજ પોરબંદર જિલ્લાના ગોસા ગામમાં થયો હતો. બ્રાહ્મણ પરિવારમાં જન્મેલ દિલીપભાઈ જોશીને મુંબઈ કેએનએમ કોલેજ ઓફ કોમર્સની અંદર બી.કોમની ડિગ્રી મેળવી હતી એવામાં જયારે તેઓ આ ડિગ્રીનો અભ્યાસ કરતા હતા ત્યારે તેમને બે વખત સર્વશ્રેષ્ઠ અભિનેતાના પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
દિલીપભાઈ જોશીએ અનેક એવા ગુજરાતી નાટકોમાં કામ કરી ચૂકેલ છે,એવામાં જો તેમના ફિલ્મી કરિયર વિશે વાત કરવામાં આવે ત તેઓને 1989 માં આવેલ સલમાન ખાનની ફિલ્મ મેને પ્યાર કિયામાં રામુની ભૂમિકા ભજવી હતી જે બાદથી તેઓને અનેક ગુજરાતી નાટકોમાં કામ મળવા લાગ્યું હતું પરંતુ સૌથી વધારે ફેમસ તો દિલીપ જોશી ત્યારે થયા જ્યારે તારક મેહતા શોની અંદર તેમને જેઠાલાલનું પાત્ર મળ્યું. શોના શરૂઆતથી જ દિલીપભાઈ જોશીએ ખુબ જ સુંદર રીતે જેઠાલાલનું પાત્ર ભજવ્યું હતું.
હાલ દિલીપભાઈ જોશી જ્યા પણ જાય છે ત્યાં તેમને કોઈ દિલીપ જોશી નહીં પરંતુ જેઠાલાલના નામેથી બોલાવે છે, હવે આ પરથી જ તમને ખબર પડી જશે કે દિલીપભાઈ જોશીએ જેઠાલાલ પાત્રકે કેટલા સરસ રીતે નિભાવ્યું હશે.