GujaratViral video

આ નાના એવા ગુજરાતી ટેણીયાએ માંગ્યો ન્યાય !! કહ્યું “અમને તો પ્રવાસમાં લઇ જાવ…વડીયો જોઈ લોકો બોલ્યા “આ મોટો થઈને નેતા બનશે…

સોશિયલ મીડિયા પર રોજબરોજના અનેક એવા વિડીયો વાયરલ થતા જ રહેતા હોય છે જેને જોયા બાદ આપણું પણ હાસ્ય છૂટી જતું હોય છે અમુક વખત ખુબ ફની વિડીયો આપણી સામે આવી જતા હોય છે તો અમુક વખત ખુબ ચોંકાવનારા વિડીયો સામે આવતા હોય છે જેને જોયા બાદ કોઈપણના હોશ જ ઉડી જવા પામતા હોય છે.

આજના આ લેખના માધ્યમથી આવો જ એક ફની વિડીયો અમે લઈને આવ્યા છીએ જેને જોયા બાદ તમારું હાસ્ય છૂટી જશે, આ વિડીયો હાલના સમયમાં સોશિયલ મીડિયા પર ખુબ જ વધારે વાયરલ તો થઇ રહ્યો છે અને સાથો સાથ ખુબ વધારે લોકોને પસંદ પણ આવી રહ્યો છે, આવા અવારનવાર વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવતા જ રહેતા હોય છે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે વિધાર્થીઓ ક્લાસમાં બેસેલા છે ત્યારે તેનો વિડીયો બનાવામાં આવે છે જેમાં એક વિધાર્થી બોલે છે કે 6 થી 8 ધોરણે પ્રવાસમાં લઇ ગયા અમને તો પ્રવાસમાં લઇ જાવ અમે તો બેઠા રેશું, અમે લેશન કરીએ છીએ, શાંત બેઠીયે છીએ અમને તો પ્રવાસમાં લઇ જાવ. આટલું કેહતા જ સોશિયલ મીડિયા પર સૌ કોઈનું હાસ્ય છૂટી ગયું હતું.

એટલું જ નહીં આગળ વીડિયોમાં બાળક કહી રહ્યો છે કે અમને અમારા હકનો ન્યાય મળવો જ જોઈએ, બધા સરપંચને બોલાવો અને અમને ન્યાય અપાવો કે અમનેય લઇ જાય. આ વિડીયોને અત્યાર સુધી લાખો લોકો દ્વારા જોઈ લેવામાં આવ્યો છે અને ખુબ વધારે પસંદ પણ કરવામાં આવી રહ્યો છે. વાયરલ આ વિડીયો એટલો બધો ફની છે કે લોકો પોતાની પોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by બવ કરી😅 (@bav__kari_)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!