ગુજરાતની આ જગ્યાએ રસ્તા પર છવાય ગઈ બરફની ચાદર ! વિડીયો જોશો તો ગુજરાત નહીં પણ મનાલી લાગશે…જુઓ વિડીયો
મિત્રો તમને ખબર જ હશે કે હાલ તો ધીરે ધીરે ગુજરાત રાજ્યમાં શિયાળાની શરૂઆત થઇ રહી છે એવામાં ગુજરાત રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરી દીધી હતી જે બાદ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ધ્વરા પણ વરસાદને લઈને ખાસ આગાહી કરવામાં આવી હતી જેમાં જનવામાં આવ્યું હતું કે રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદ પડવાની સંભાવના છે.
એવામાં હાલ આ આગાહી સાચી પડી રહી છે કારણ કે આપણા રાજ્યના અનેક એવા મોટા મોટા ભાગોમાં વરસાદ પડી રહ્યો છે જેને લઈને ખેડૂતો ચિંતાતુર બન્યા છે, કમોસમી વરસાદને લઈને જગતના તાતને મોટી મુશ્કેલી સહન કરવાનો વારો પડી શકે છે, ગુજરાતમાં શિયાળાની શરૂઆતમાં કમોસમી વરસાદ પડતા હાલ સોશિયલ મીડિયા પર પણ અનેક એવા વિડીયો તથા મીમ બનવામાં આવી રહ્યા છે જે ખુબ જ વધારે વાયરલ થઇ રહ્યા છે.
હાલ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી એક ખુબ જ ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે જેમાં કરા પડતા રસ્તો બરફ બરફ થયો હતોને જાણે તમે કોઈ ઉત્તરના રાજ્યમાં આવી પોહચ્યાં હોય, આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વધારે વાયરલ થઇ રહ્યો છે અને વીડિયોની અંદર જોઈ શકાય છે કે આખો રસ્તો બરફ બરફ છે, એમ લાગી રહ્યું છે કે જાણે બરફની ચાદરથી રસ્તો ઢંકાય ગયો હોય.
વાયરલ થઇ રહેલા આ વિડીયો વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે વિડીયો મોરબીનો છે પરંતુ મિત્રો આ વિડીયો ત્યાંનો જ છે તે અંગેની સ્પષ્ટતા આમારી વેબસાઈટ કરતી નથી કારણ કે આ વીડિયોને સોશિયલ મીડિયાના માધ્યમથી લેવામાં આવ્યો છે, તમારું આ વિડીયો વિશે શું કેહવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો.
View this post on Instagram