Gujarat

ગુજરાતના એક પરિવારે એટલી સુંદર કંકોત્રી બનાવડાવી કે જોઈ તમે વખાણ કરી થાકી જશો!! વિડીયો જોઈ તમે પણ કેશો “કંકોત્રી હોય તો આવી…

આજકાલ લગ્નની સીઝનમાં એક અનોખો કાનકત્રીનો વીડિયો સામે આવ્યો છે. આ વાયરલ વીડિયોમાં તમે એક છોકરાને માટીમાંથી ચકલીનું માળો બનાવતા જોઈ શકો છો. આ છોકરાએ એક ખૂબ જ સારી વાત પણ કહી હતી કે જો તમે આ રીતે કાનકત્રી બનાવો તો તમારા પૈસા બગડશે નહીં અને તે ચકલીઓ માટે રહેવાનું ઘર બની જશે. ખરેખર આ કંકોત્રી આજના સમયમાં દરેક વ્યક્તિઓ માટે પ્રેરણાદાયી છે.

આ પ્રકારની કંકોત્રી છપાવવાથી લગ્નનું આંમત્રણ તો પાઠવી શકાય છે પરંતુ સાથોસાથ જીવદયાનું પણ એક સત્કાર્ય થાય છે. આજના સમયમાં ચકલીની પ્રજાતિ લુપ્ત થવાના આરે છે, ત્યારે ચકલીઓને રહેવા માટે માળો આવશ્ય છે. આ કંકોત્રીની બનાવટ એ રીતે હોય છે કે, સરળતાથી ચકલી માટે રહેવાનું ઘર તૈયાર થઇ જાય છે.

આ ઘરને તમેં એવી જગ્યા એ રાખો જ્યાં ચકલીઓની અવર જ્વર હોય અને થોડા દિવસમાં ચકલી પોતાનો માળો આ ઘરમાં બાંધશે. આ પદ્ધતિ અપનાવીને તમે તમારા લગ્નની કંકોત્રી રિસાયકલ કરી શકો છો અને ચકલીઓ માટે એક સુંદર ઘર બનાવી શકો છો. આનાથી તમે પર્યાવરણની સંરક્ષણમાં પણ યોગદાન આપી રહ્યા છો.

આ વિડિયો જોયા પછી લોકોએ તેને ખૂબ જ સારી પહેલ ગણાવી છે. તમે પણ આ વિડિયો જોઈને આ પ્રયોગ કરી શકો છો. તમારા લગ્નની કાંકોત્રીને ચકલીનું માળો બનાવીને એક પુણ્યના કાર્યમાં સહભાગી થશો કારણ કે માત્ર દેખાવો કરવા માટે લાખો રૂપિયા ખર્ચવાને બદલે આ પ્રકારની કંકોત્રી દ્વારા તમારા લગ્ન પ્રસંગ સદાય યાદ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!