GujaratIndiaReligious

ગુજરાતીઓ માટે ગર્વ લેવા જેવી વાત !! રામ મંદિર માટે સૌથી વધુ દાન કરનાર છે આ ત્રણ ગુજરાતી લોકો..જાણો કોણ કોણ છે ?

22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ખુબ જ ધામધૂમથી ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, તમે સમાચાર પત્રો તથા ન્યુઝ ચેનલો દ્વારા જોતા જ હશો કે આ ઉત્સવની અંદર રમત જગત તથા બૉલીવુડ તથા ભારતીય દેશની ખુબ મોટી મોટી હસ્તીઓ હાજર રહી હતી અને આ ગર્વની ક્ષણોના સાક્ષી બન્યા હતા, જેની તસ્વીર તથા અનેક એવા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.

એવામાં આજના આ લેખના માધ્યમથી અમે તમને જણાવશું કે રામ મંદિર માટે કોણે સૌથી વધારે દાન કર્યું તો મિત્રો ગર્વ લેવા જેવી વાત સામે આવી છે કારણ કે અયોધ્યા રામ મંદિરમાં સૌથી વધુ દાન કરનાર ત્રણ ગુજરાતી વ્યક્તિઓ છે, તો તે કોણ છે ચાલો તમને જણાવી દઈએ.

લાઠી પરિવાર :

લાઠી પરિવારે રામ મંદિરમાં સ્થાપિત 14 સોનાના જડેલા દરવાજા માટે 101 કિલો સોનું મોકલ્યું છે.રામ જન્મભૂમિ ટ્રસ્ટને મળેલું આ સૌથી મોટું દાન છે. સૌથી ખાસ વાત એ છે કે, રામ જન્મભૂમિ મંદિરના દરવાજા, ગર્ભગૃહ, ત્રિશૂળ, ડમરુ અને સ્તંભોને પોલિશ કરવા માટે સોનાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગર્ભગૃહના પ્રવેશદ્વારની સાથે મંદિરના ભોંયતળિયે 14 સુવર્ણ દ્વાર સ્થાપિત કરવામાં આવ્યા છે.

મોરારી બાપુ :

આપણે જાણીએ છે કે પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુ એક કથાકાર છે. એવામાં મોરારી બાપુએ રામ મંદિર માટે 11.3 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. વધુમાં યુએસ, કેનેડા અને યુનાઇટેડ કિંગડમ સ્થિત તેમના અનુયાયીઓ સામૂહિક રીતે 8 કરોડ રૂપિયા અલગથી દાનમાં આપ્યા છે.

ગોવિંદભાઇ ધોળકિયા :

ગુજરાતના હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાએ રામ મંદિરના નિર્માણ માટે 11 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. ગોવિંદભાઈ ધોળકિયા ડાયમંડ કંપની શ્રીરામકૃષ્ણ એક્સપોર્ટ્સના માલિક છે. બન્ને મહાનુંભાવો શ્રી દ્વારા અવરનાર ધાર્મિક કાર્ય અને જરૂરિયાતમંદ વ્યક્તિઓ માટે દાન કરવામાં આવે છે, જ્યારે શ્રી રામ મંદિરમાં પણ તેમણે પોતાનું અનુપમ યોગદાન આપ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!