તમે નહી જાણતા હોય આ કારણ થી મંદિર બહાર ટી-સીરીઝ ના માલીક ગુલશન કુમાર ની હત્યા થઈ હતી.
ગુલશન કુમાર એ સંગીત ની દુનિયામાં ખૂબ જ નામના મેળવી. તેઓ ને લોકોએબ“કેસેટ કિંગ “ નામ આપવામાં આવેલું હતું,ગુલશન કુમાર તેમન પિતાજી સાથે જ્યુસની દુકાન ચલાવતા હતા ત્યારે તેમને પણ એવો ખ્યાલ નહોતો કે તેઓ આટલું મોટું નામ કમાવાના છે,એમની મ્યુઝીક કંપનીનું આજે પણ બોલીવુડમાં ખુબજ મોટું નામ છે, તેમના જીવનમાં એક કાળો દિવસ આવ્યો.
જ્યારે વર્ષ 1997માં ગુલશન કુમાર મંદિરમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે ભાડૂતી હત્યારાઓએ 16 ગોળી ધરબી દીધી હતી, આ હુમલામાં તેમનો ડ્રાઇવર પણ ઘાયલ થયો હતો.આ ઘટનાક્રમના ચાર મહિના અગાઉ મુંબઈ પોલીસને ગુલશન કુમાર પર હુમલા વિશે માહિતી હતી, છતાં ગુલશન કુમારની હત્યા થવા પામી હતીઆ ઘટનાને કારણે બોલીવૂડ તથા મુંબઈના વેપારીઓમાં ભય ફેલાઈ ગયો હતો. અમે આપને જણાવીશું કે આ હત્યા પાછળનું કારણ શું હતું અને ક્યાં કારણે હત્યા કરવામાં આવી હતી!
આ ઘટના બની હતી 12 ઓગસ્ટના રોજ ,42 વર્ષીય ગુલશન કુમાર જીતેશ્વર મહાદેવ ના મંદિરે ગયેલા હતા.અને આ મંદિર તેમના ઘર થી લગભગ એકાદ કિલોમીટરના અંતર ઉપર જ હતું, તેઓ પૂજા કરીને ઘરે આવતા હતા ત્યારે તેમના એક હાથમાં પૂજાની થાળી હતી અને બીજા હાથમાં માળા હતી,ત્યાં અચાનક તેમને ખ્યાલ આવ્યો કે તેમની પીઠ માં કોઈ બંદુક રાખીને ઉભું છે,અને તેમને પાછળ વળીને જોયું તો એક અંજાન માણસ બંદુક રાખીને તેમની પાછળ ઉભો હતો.ગોળી ગુલશન કુમારને તેમના ડ્રાઈવરની સામે મારવામાં આવેલી હતી, ડ્રાઈવરે કળશથી હત્યારાને મારવાની કોશિશ કરેલી પરંતુ હત્યારાએ ડ્રાઈવરના પગ માં પણ એક ગોળી મારી દીધી.
ગુલશન કુમારની મોત પાછળ અન્ડરવલ્ડ નો હાથ હોય તેવું માનવામાં આવે છે, અન્ડરવલ્ડએ ગુલશન કુમાર પાસે ખંડણી માગેલી જેનો ગુલશન કુમાર દ્વારા ઇનકાર કરવામાં આવેલો હતો,એક રીપોર્ટ પ્રમાણે ‘અબુ સ્લેમેં “ ગુલશન કુમારની સોપારી “દાઉદ મર્ચન્ટ” અને ” “વિનોદ જગતાપ” નામક શાર્પ શૂટરોને આપેલી હતી. 9જાન્યુઆરી 2001માં “વિનોદ જગતાપ” એ પોતાનો ગુન્હો સ્વીકારી લીધો હતી અને 2002માં “વિનોદ જગતાપ” ને ઉમ્રકેદની સજા થયેલી હતી. જયારે “દાઉદ મર્ચન્ટ” 2009માં પેરોલ ઉપર છોડવામાં આવેલા તે દરમિયાન ફરાર થઇ ગયેલ.