ગુરુ દત્તાત્રેયને મળવા ભવનાથ તળેટી થી ગિરનાર આવે છે આ શ્વાન! આવી ભક્તિ તમે ક્યાંય નહીં જોઈ હોય…
માનવ જન્મ લીધો એટલે વ્યક્તિનું જીવન ભજન ભક્તિમાં અચૂક વિતવું જ જોઈએ કારણ જે, ભગવાનની ભક્તિ એ આત્માનો ખોરાક છે. જેમ જીવવા માટે આહારની જુરૂર પડે છે એવી જ રીતે આત્મા ને ભજન ની જરૂર પડે છે.માનવજાતિ ને તો ભક્તિનો રસપાન કરતા જોયા જ હશે પરંતુ હાલમાં સોશિયલ મીડિયામાં એક શ્વાનની ચર્ચાઓ થઈ રહી છે. આ ઘટના છે, ગીરનારની જ્યા નિત્ય એક શ્વાન ગુરુ દત્તાત્રેય ભગવાનના દર્શન કરવા માટે જાય છે.
અમે આપને આ ઘટના વિશે સંપૂર્ણ માહિતી આપીએ.હાલમાં ભૈરવ નામના શ્વાનની ભક્તિની ચર્ચા ચોતરફ થઈ રહી છે. આવી ઘટના જે ભાગ્યે જ જોવા મળે છે. ભવનાથ તળેટીમાં આવેલ વિશ્વેશ્વર મહાદેવનું મંદિર અને આશ્રમ આવેલો છે અને આ આશ્રમમાં મહંત હરીબાપુ ગોસ્વામી સેવા પૂજા કરે છે. ત્યારે ભૈરવ નામના શ્વાન આજથી ત્રણ ચાર વર્ષ પહેલા આશ્રમમાં આવ્યો હતો. ત્યારથી દર પૂનમે ભાવિકો સાથે યાત્રા કરવા નીકળી જાય છે અને ગિરનારની ત્રણ ચાર દિવસની યાત્રા કરીને પરત ભવનાથ તળેટી સ્થિત આશ્રમમાં આવી જાય છે.
ખરેખર આ સાંભળતાની સાથે જ એક દિવ્યતા અનુભવાઈ જેવા તેના ગુણ છે, એવો જ એનો સ્વભાવ છે.ભૈરવને ભસતા નથી આવડતું, જયારે તેને મન થાય ત્યારે ૐ ના સ્વરનો અવાજ કરે છે. પૂનમના દિવસે ભૈરવ ભોજન પણ નથી લેતો. અનેક આશ્રમના હરીબાપુ ભોજન આપે છે, પણ ભોજન નથી લેતો અને ઉપવાસ કરે છે. ત્યારે ભૈરવ નામનો શ્વાન આજે ગિરનાર પર્વત પર આવેલ અંબાજી મંદિર અને ગુરૂ દત્તાત્રય ભગવાનના દર્શન કરીને અનેરી ભક્તિ કરે છે.
ભગવાન ગુરૂ દત્તાત્રય પાસે ચાર શ્વાન બેઠેલા જોવા મળે છે અને ચાર શ્વાન વેદના રૂપમાં જોવા મળે છે. ત્યારે આજે પણ જુનાગઢના અનેક ઘરોમાં પહેલી રોટલી સ્વાન અને ગૌમાતા માટે બને છે. દત્ત ભગવાનને પણ શ્વાન માટે અનેરો લગાવ હતો. આજે પણ ભૈરવ 9999 પગથિયા ચડીને ગુરૂ દત્તાત્રય ભગવાનની ભક્તિ કરે છે.