ગુજરાતી ફિલ્મની અભિનેત્રી વરસો પછી જોવા મળશે મોર્ડન અવતારમાં! ફિલ્મ મા એવો મેસેજ આપ્યો કે…
હાલમાં જ એક એવી ગુજરાતી ફિલ્મ આવી રહી છે, જેમાં એક નહીં પણ નવ નવ અભિનેત્રીઓએ કામ કરેલું છે. આ ફિલ્મ મહિલા પ્રધાન ફિલ્મ છે, જેમાં સ્ત્રીઓની પરીભાષા અને સ્ત્રીશક્તિ કરણની વાત કરવામા આવી છે. ત્યારે આ ફિલ્મમાં ગુજરાતી સિનેમાની લોકપ્રિય અભિનેત્રી આનંદી ત્રિપાઠી જોવા મળશે. અત્યાર સુધી આપણે રતનનાં અવતારમાં જોઈએ પરન્તુ હવે આપણે તેને એક નવા જ રંગરૂપમાં જોઈશું. ખરેખર આ કોઈ સામાન્ય વાત નથી. ચાલો અમે આપને જણાવીએ કે આખરે આ કંઈ ફિલ્મ છે.
ગુજરાતી ફિલ્મ હલકી ફુલકીનું ટ્રેલર રિલીઝ થઈ ચુક્યું છે અને આ ફિલ્મ સિનેમાઘરોમાં 17મી ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે. ફિલ્મ હલકી ફુલકીના પ્રોડ્યુસર શત્રુઘ્નસિંહ સોલંકી તથા જયંત ગિલાટરે છે.ફિલ્મમાં નેહા મહેતા, આનંદી ત્રિપાઠી, જયકા યાજ્ઞિક, ભાવિની ગાંધી, આંચલ શાહ, રચના પકાઈ, પૂર્વી દેસાઈ, દિશા ઉપાધ્યાય, સાત્વી ચોક્સી અને માનસી જોશી સહિતની અભિનેત્રીઓએ કામ કર્યું છે.
ફિલ્મમાં અનેરી, આનંદી, પોલિસીભાભી, કીર્તિ, શક્તિ, ગાયત્રી, નીરજા, પરી અને વાણી એમ 9 મહિલાઓની વાત કરવામાં આવી છેદોઢ મિનિટના ફિલ્મના ટ્રેલરમાં આ મહિલાઓની મિત્રતા, મસ્તી, હાસ્ય, રુદન અને જિંદગી સાથેની લડાઈ દર્શાવવામાં આવી છે.ફીલ્મ હલકી ફુલકીમાં જે નવ અભિનેત્રીઓએ અભિનયના ઓજસ પાથર્યા છે તેમાંથી એક આનંદી ત્રિપાઠી પણ છે. જ્યારે તેમણે આ ફિલ્મ પર કામ કરવાનું શરુ કર્યું ત્યારે આનંદીના પાત્ર માટે સંપર્ક કર્યો. મે આ વાર્તા સાંભળી અને ખૂબ જ ગમી તેથી તુરંત જ આનંદી બનવા હા કહી.
આનંદી એક વર્કિંગ વુમન છે તે ખૂબ જ સ્ટ્રોંગ છે.ફિલ્મમાં ગર્લ કેન હેવ ફન મેસેજ આપવામાં આવ્યો છે. આ મેસેજ સમાજ અને દરેક મહિલાના પરિવાર માટે છે કે મિત્રોને મળવાની, મજા કરવાની જરૂર મહિલાઓને પણ હોય છે. તેમને પણ આ સ્પેસ આપો. આ ફિલ્મમાં દરેક પાત્ર સમાજમાં અલગ અલગ જવાબદારી નીભાવતી સ્ત્રીને કનેક્ટ કરશે.ખરેખર આ ફિલ્મ દરેક મહિલાઓ એ જોવી જ જોઈએ અને આમ પણ આ ફિલ્મમાં અંજલિ એટલે કે નેહા નેહા મહેતા પણ જોવા મળશે.