Gujarat

24 વર્ષની યુવતી બ્રેઇન ટ્યુમર સર્જરી દરમીયાન બોલતી રહી હનુમાન ચાલીસા! 3 કલાક સુધી બેહોંશ કર્યા વગર સફળ ઓપરેશન કર્યું.

આપણે ત્યાં કહેવાય છે ને કે, કોઈપણ સંકટ આવે તો હનુમાનજીને યાદ કરવા. હનુમાનજી થી તમામ જીવનના દુઃખો દૂર કરી દેય છે. ત્યારે ખરેખર આ પલ  એવી છે કે હનુમાનજીના મંત્ર જાપ થી તમામ દુઃખ દૂર થઈ જાય છે.
હાલમાં જ એક એવી ચમત્કારી ઘટના બની છે કે, તમે સૌ જાણીને ચોંકી જશો. દિલ્હીમાં એક એવી ઘટના બની કે આધુનિક સમયમાં ભગવાનનો ચમત્કાર કામ કરી ગયો.
ખરેખર આજના સમયમાં આ ઘટના સૌના માટે આકર્ષક છે.

દિલ્હી AIIMSમાં 24 વર્ષની એક યુવતીની સર્જરી કરાવી, પણ આ સર્જરીની અનોખી વાત એ હતી કે યુવતીએ તેની સર્જરી હનુમાન ચાલીસ વાંચતા વાંચતા કરી. આપણે સાઈ જાણીએ કે ઓપરેશન વખતે બેહોંશ કરવામાં આવે છે પરંતુ હાલમાં જ આ યુવતીની ત બ્રેન ટ્યૂમરનું ઓપરેશન થયું. આશ્ચર્યની વાત એ હતી કે 3 કલાક સુધી ચાલેલી આ સર્જરીમાં યુવતીને બેભાન કર્યા વગર કરાઈ હતી.

સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થઈ ગયો. જેમાં ડોકટર ઓપરેશન કરી રહ્યાં છે અને યુવતી હનુમાન ચાલીસાનો પાઠ કરતી હોય તેનો અવાજ આવી રહ્યો છે. આ યુવતી એક સ્કૂલ ટીચર હોવાનું કહેવામાં આવે છે. તેના માથામાં ડાબી બાજુ ટ્યૂમર હતું. આ યુવતી  હનુમાન ભક્ત છે અને ઓપરેશન દરમિયાન તેને. હનુમાનજી નામનું પઠન કર્યું.

હનુમાન ચાલીસા સંભળાવી. તેનો હેતુ હતો કે પેશન્ટ સર્જન સાથે વાત કરતા રહે. જો તેની સ્પીચમાં કોઈ ઈશ્યૂ હોત તો તેને તરત પકડી લેત. ટ્યૂમર બ્રેનની ડાબી બાજુ હતું. પાછળના ભાગમાં ટ્યૂમર કાઢ્યું હોત તો તે થોડું રિસ્કી હોત. તેને રોકવા માટે અમે પેશન્ટને કહ્યું કે તમે સતત અમારી સાથે વાત કરતા રહો. પેશન્ટે હનુમાન ચાલીના પાઠ કર્યા. સર્જરી યોગ્ય રીતે પુરી થઈ.

હનુમાન ચાલીસા કે કોઈ પણ ધાર્મિક પ્રાર્થના કરવાથી દર્દીને પણ ફાયદો મળે છે અને આ એક આસ્થા અને વિશ્વાસનું પ્રતીક છે. નહિ તો આવી ગંભીર પરિસ્થિતિમાં નામ ભજવું એ અશક્ય છે કારણ કે દર્દીને બેહોંશ કરવામાં આવે છે જ્યારે આ યુવતી હનુમાનજી નું નામ ભજતાની સાથે સફળ રીતે ઓપરેશન કરવામાં આવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!