હનુમાનજીને દર શનિવારે ચઢાવશો સિંદૂર તો આ કાર્યમાં થશે ચમત્કાતરૂપ સાબિત.
હનુમાનજી એટલે કષ્ટહરનાર દેવ! લાખો ભાવિ ભક્તોના દુઃખ દૂર કરનાર દેવ હનુમાનજી ની આરાધના કરવી ખૂબ જ પુણ્યનું અને ફળદાયી કાર્ય છે. શનિવાર અને મંગળવાર હનુમાનજી નો પૂજા-અર્ચના વાર છે. આજે આપણે જાણીશું કે, હનુમાનજીની સિંદૂર કેમ ચડાવવું જોઈએ અને કંઈ કંઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ. આપણે સૌ કોઈ જાણીએ કે, સામાન્ય જીવન અને ધાર્મિક કાર્યોમાં સિંદુરનુ આગવુ મહત્વ છે. સિંદુરને મંગળ ગ્રહથી પણ જોડવામાં આવે છે એટલે જ સિંદુરને મંગળકારી માનવામાં આવે છે.શનિવાર નિયમિત ચઢાવશો તો લાભ થશે.
હનુમાનજીને સિંદુર અર્પણ કરવુ અને તેનો લેપ કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. હનુમાનજીએ એક વાર સીતા માતાથી પ્રેરિત થઈને સિંદુર લગાવ્યું હતુ.ત્યારથીહનુમાનજીને સિંદુર લગાવવુ શુભ માનવામાં આવે છે હનુમાનજીને પ્રસન્ન કરવા મંગળવારે સિંદુર ચડાવવું જોઈએ. જો મંગળ ગ્રહ તમને નડતો હોય કે કોઈ વિશેષ સંકટ હોય તો હનુમાનજીને ચમેલીનું તેલ અને સિંદુર અર્પિત કરવુ જોઈએ.
મહિલાઓએ ન ચડાવવું જોઈએઃપૂરૂષો હનુમાનજીને સિન્દુર અર્પણ કરી શકે છે અને તેનો લેપ પણ કરી શકે છે પરંતુ મહિલાઓ દાદાને સિંદુર નથી ચડાવી શકતી. નોકરી છૂટી જતી હોય તો.જો તમારે વારેઘડીએ નોકરી છૂટી જતી હોય તો કોઈપણ મંગળવારે હનુમાનજીના ચરણોનું સિંદુર લઈ આવો. એક સફેદ કાગળ પર એ સિંદુરથી સ્વસ્તિક બનાવો. આ કાગળને તમારી પાસે રાખવાથી તમારી દરેક સમસ્યા દૂર થશે.
ચમેલીના તેલમાં સિંદુર મિક્સ કરો. તમારી જેટલી ઊંમર છે તેટલા પીપળાના પાન લો. દરેક પાન પર રામ લખો.મંગળવારે હનુમાનજીને અર્પણ કરો. આટલુ કરવાથી તમને દેવામાંથી મુક્તિ મળશે.દાંપત્યજીવન માટે પ્રયોગઃ રોજ સ્નાન કર્યા બાદ ગૌરીને સિંદુર અર્પણ કરો. પછી પોતે સિંદુર લગાવો અને સુખી દાંપત્યજીવન માટે પ્રાર્થના કરો. આ પ્રયોગ ફક્ત મહિલાઓ જ કરી શકે છે.