સાળંગપુરમાં બની રહ્યું છે ગુજરાતનું સૌથી મોટું ભોજનાલય, આવી હશે ખાસ સુવીધાઓ…
ગુજરાતનું આસ્થાનું કેન્દ્ર એટલે સાંડગપુરનું ધામ! આ ધામમાં શ્રીકષ્ટભંજનદેવ બિરાજમાન છે. વિશ્વમાં દરેક ખૂણે ફરી આવો પરંતુ તમને કષ્ટભજન દેવ જેવા હનુમાન ક્યાંય જોવા નહીં મળે. સ્વામી ગોપાળાનંદએ પોતાના સ્વ હસ્તે આ હમુમાનજી ને સ્થાપના કરી અને તેમનામાં પોતાનું ઐશ્વર્ય સ્થાપ્યું હતું અને આજે સૌ ભાવિ ભક્તોના દુઃખ દૂર કરે છે. આજ સાનિધ્યમાં લાખો ભાવિ ભક્તો દર્શનાર્થે આવે છે, ત્યારે યાત્રાળુઓની સુવિધાઓમાં વધારો કરવા ગુજરાતનું સૌથી મોટું ભોજનાલય બનશે.
આ ભોજનાલયમાં એકસાથે 4 હજાર લોકો પ્રસાદ લઈ શકશે. આ ભોજનાલય તૈયાર થતાં શ્રદ્ધાળુઓએ પ્રસાદ માટે લાઈનો લગાવવી નહીં પડે. આ ભોજણાલયમાં ગૅસ, અગ્નિ કે ઇલેક્ટ્રિસિટી વગર રસોઈ બનાવવામાં આવશે. મહેલ જેવું આ ભોજનાલય બનાવવામાં અંદાજે 40 કરોડ રૂપિયાના ખર્ચ થશે. હાલ અહીં 160થી વધુ કારીગરો દિવસના 20-20 કલાક સુધી કામ કરી રહ્યા છે.
ભોજનાલય 7 વીઘામાં ફેલાયેલું છે. ભોજનાલયના બિલ્ડિંગનું બાંધકામ અંદાજે 2 લાખ 30 હજાર સ્ક્વેરફૂટનું થશે અને ભોજનાલય કુલ 250 કોલમ પર ઊભું હશે. ભોજનાલયનું એલિવેશન ઇન્ડો-રોમન સ્ટાઇલથી ડિઝાઈન કરવામાં આવ્યું છે.75 ફૂટ પહોળા પગથિયાં બનાવવામાં આવશે. પગથિયાંઓની વચ્ચે વૃદ્ધો અને દિવ્યાંગો માટે બે એસ્કેલેટરની પણ વ્યવસ્થા હશે. ખાસ પ્રકારની કેવિટી વોલ ભોજનાલયનું અંદરનું તાપમાન ઠંડું રાખશે.
ભોજનાલયમાં કુલ 4 ડાઇનિંગ હોલ છે, જેમાં જનરલ ડાઇનિંગ હોલ 110×278 ફૂટનો છે અને એમાં એકસાથે 4000 લોકો ડાઇનિંગ ટેબલ પર બેસીને જમી શકશે. આ સિવાય VIP, VVIP એમ કુલ ચાર ડાઇનિંગ હોલ છે. આ ઉપરાંત ભોજનાલયના લોઅર ગ્રાઉન્ડ ફ્લોરમાં મોટું પાર્કિંગ છે અને અપર ગ્રાઉન્ડ ફ્લોરમાં કુલ 85 રૂમ બનાવવામાં આવ્યા છે. ભોજનાલયનું કિચન 60X100 ફૂટમાં બનાવવામાં આવશે.