આ પાંચ વર્ષના ટેણીયાના મોંઢેથી હનુમાન ચાલીસ સાંભળીને, રુંવાટા ઊભાં થઇ જશે, જુઓ વીડિયો…
સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે, ત્યારે વધુ એક બાળકનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં તમે જોઈને આશ્ચય પામી જશો. આ બાળકના સંસ્કાર દરેક માતા-પિતાઓ માટે એ પ્રેરણારૂપ સમાન છે. આજના સમયમાં ઈંગ્લીશ મીડીયમમાં ભણાવવાનો ક્રેઝ ચલૈં રહ્યો છે અને બાળકો આપણી સંસ્કૃતિ ભૂલીને અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં બાળકોને મોટાભાગે અંગ્રેજીમાં પ્રાર્થના ગવડાવવામાં આવે છે.
હાલમાં જ નવસારીના પાંચ વર્ષીય બાળકે વેસ્ટર્નને બદલે સંસ્કૃતિને ભૂલી બેઠેલા વાલીઓ એવી શીખ આપી કે જોઈને સૌ કોઈ ચોકી ગયા. બીલીમોરા પાસે આવેલી ઈન્ટરનેશનલ સ્કૂલમાં ભણતા પાંચ વર્ષીય આરવ દેસાઈનો હનુમાન ચાલીસા બોલતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. ઘરેથી મળેલા સંસ્કારોના કારણે તેણે હનુમાન ચાલીસાના પાઠ માત્ર એક મહિનામાં શીખ્યા હતા અને સ્કૂલે તેને પ્લેટફોર્મ આપતા તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
આરવના પિતા હર્ષભાઈએ જણાવ્યું હતું કે આરવને રાત્રે ઊંઘતા પહેલાં તેને અમે દરરોજ હનુમાન ચાલીસા સંભળાવતા હતા. જેના કારણે તેને તે કંઠસ્થ થયા હતા. સ્કૂલોમાં બાળકોને ‘ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર’ જેવી કવિતા અને પ્રાર્થનાઓ મોટાભાગે અંગ્રેજીમાં જ કરાવવામાં આવે છે. પરંતુ તેની સામે આરવ દેસાઈએ હનુમાન ચાલીસા કંઠસ્થ થતાં સ્કૂલ પરિવારે તેનો વીડિયો બનાવી તેને બીલીમોરા ઈન્ટરનેશનલ સ્કૂલના ફેસબુક પેજ પર મૂકતા આ વીડિયો મોટી સંખ્યામાં જોવાઈ રહ્યો છે.
;