હાર્દિક પટેલે સ્પષ્ટ રીતે કહી દીધુ કે આમ આદમી પાર્ટી ભાજપ ની B ટીમ…
રાજ્ય મા 2022 નુ વાધાનસભા ની ચુંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણ ગરમાયુ છે. કોંગ્રેસે કોવીડ 19 યાત્રા થકી લોકો ની મુલાકાત કરી છે તો ભાજપે આશીર્વાદ યાત્રા અને આમ આદમી પાર્ટી એ જન સંવેદના યાત્રા યોજી ને લોકો નો જન સંપર્ક કર્યો છે. ત્યારે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે ભાજપ પર નિસાન સાધ્યું હતું.
હાર્દિક પટેલે એક મહત્વ નુ નીવેદન આપ્યુ હતુ એમાં આમ આદમી પાર્ટી પર આરોપ મૂક્યો હતો અને આદમી પાર્ટીને ભાજપની B ટીમ ગણાવી હતી. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી ગુજરાતમાં એ મતનું વિભાજીત કરવા માટે આવી છે જે ભાજપથી નારાજ છે. હાર્દિક પટેલે આમ આદમી પાર્ટી અને ભાજપ પર બંનેની સાંઠગાંઠનો આરોપ લગાવ્યો હતો..
આ ઉપરાંત કહ્યુ હતુ કે “તમે જ જુઓ ગુજરાતમાં પ્રચાર કરવાની કેટલી છૂટ મળી છે ત્યાં સુધી કે એ લોકો કેટલો ખર્ચ કરી રહ્યા છે. તેમના બેનર પબ્લિક પ્લેસ પર લાગેલા રહે છે. પણ જો જો કોઈ બીજું બેનર લગાવે તો તેનું બેનર હટાવી લેવામાં આવે છે.”
હાર્દિક પટેલે આરોપ લગાવ્યો છે કે, છેલ્લી ત્રણ ચૂંટણીઓથી ભારતીય જનતા પાર્ટી નવી પાર્ટીઓને મેદાને ઉતરવામાં મદદ કરી રહી છે. ભાજપના જ નજીકના લોકો અલગ સંગઠન બનીને ચૂંટણીના મેદાનમાં ઉતરી રહ્યા છે. જેનાથી ભાજપથી વિમૂખ થયેલા વોટનું વિભાજન થઇ શકે. આ ઉપરાંત કોંગ્રેસ ના આંતરીક વિવાદ ને લઈ ને હાર્દિક પટેલે કહ્યુ હતુ કે મને પાર્ટીમાં કોઈ પદની ઈચ્છા નથી અને હું કોંગ્રેસ છોડીને ક્યાય જવાનો નથી.
હવે ખરેખર શુ આમ આદમી પાર્ટી ના લીધે કોગ્રેસ ને નુકશાન જશે કે શુ એ તો આવનારી વિધાનસભા ની ચુંટણી મા જ ખ્યાલ આવશે પરંતુ હાલ ના સમયે આમ આદમી પાર્ટી ઘણી આક્રમક બની છે અને અનેક જાણીતા ચેહરા ઓ ને પક્ષ મા છોડી રહી છે.