સુરતના યુવાને કેળના થડ માથી એવી ઈકો ફ્રેન્ડલી ચીજ વસ્તુઓ બનાવી કે જોઈ ને તમે વખાણ કરશો
“જરુરીયાત જ આવિષ્કાર ની જનની છે” ખરેખર આ કહેવત હાલ ના સમય મા સાચી બને છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણી પૃથ્વી પર દિવસે ને દિવસે પ્રદુષણ મા સતત વધારો થય રહ્યો છે ત્યારે સરકાર દ્વારા પણ અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે ઓછું પ્રદુષણ થાય અને આપણે ઈકો ફ્રેન્ડલી વસ્તુઓ અપનાવીયે જેથી આવનારી પેઢી ને મુશ્કેલીઓ નો સામનો ના કરવો પડે.
હાલ આપણે જાણીએ છીએ કે દિવસે ને દિવસે પ્લાસ્ટીક ની ચીજ વસ્તુઓ નો ઉપયોગ સતત વધી રહ્યો છે. જે ખરેખર આપણી માટે અને આવનારી પેઢી માટે હાનીકારક છે. ત્યારે સુરત ના એક યુવાને પોતાની વર્ષોની મહેનત થી ખુબ સરળ અને સારો રસ્તો બનાવ્યો છે જેના થી પ્લાસ્ટીક ની જગ્યા એ કેળના થડ માથી અનેક ચીજ વસ્તુઓ ઉપયોગ મા લઈ શકાય.
આપણે જે યુવાન ની વાત કરી રહયા છીએ તેનુ નામ હાર્દિકભાઈ વાઘાણી છે અને તેનો નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીના વિદ્યાર્થી રહી ચુક્યા છે. જયા તેવો એ એગ્રી બિઝનેસ મેનેજમેન્ટ નો કોર્સ કર્યો છે. જયા તેવો ના પ્રોજેક્ટ અંતર્ગત અનેક ઈકો ફ્રેન્ડલી પ્રોડક્ટ બનાવતા અને તેના દ્વારા જ તેને વિચાર આવ્યો કે એવી વસ્તુ બનાવવા મા આવે છે જે વેસ્ટ માથી બેસ્ટ હોય અને સમાજ ને ઉપયોગી થાય.
ત્યારે અનેક પ્રયાસો અને સખત મહેનત બાદ તેવો એ કેળના થડ મા રહેલ નકામા લાગતા રેસા માથી પર્સ, બેગ , વોલેટ અનેે માસ્ક પણ બનાવ્યુ. સમય સાથે તેમની કંપની નુ ઉત્પાદન વધતુ જાય છે હાલ તેવો સાથે અન્ય બે યુવાનો પણ કંપની મા જોડાયેલાં છે જેમનું નામ અલ્પેશ કળથીયા અને સંજય ખેની છે અને તેવો Agrobits green venture નામ ની કંપની ચલાવી રહ્યા છે.
સામાન્ય રીતે કેળ માથી કેળા લીધા બાદ થડ નકામા બનતા હોય છે અને ખેડુત ને કઢાવવા માટે રુપીયા ચુકવવા પડતા હોય છે ત્યારે જો આ થડ ઉપયોગી થાય તો ખેડુતો ને થડ કઢાવવા ના પૌસા નહી ખર્ચવા પડે અને ખેડુતો ને પણ ફાયદો થશે. જયારે આ ચીજવસ્તુઓ ની વાત કરવામા આવે તો સંપૂર્ણ પણે ઈકો ફ્રેન્ડલી છે. અને લોક ઉપરાંત છે. હાલ તેવો અનેક જગ્યા પર આ વસ્તુઓ નો વેંચી રહ્યા છે ત્યારે ખરખેર આવી ઉપયોગી વસ્તુઓ ને પ્રમોટ કરવામા આવે તો વધારે લોકો ઉપયોગ કરશે અને ઘણો ફાયદો થશે.
આ ઉપરાંત આપણા દેશ ના પી.એમ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વોકલ ફોર લોકલ અને આત્મ નિર્ભર ભારત પ્રોજેકટ અંતર્ગત આ પ્રોડક્ટ કહી શકાય અને વેસ્ટ માથી બેસ્ટ પણ છે અને હાલ આ યુવાન અન્ય આવી વસ્તુઓ બનાવવા માટે રી સર્ચ કરી રહ્યા છે જેથી પ્લાસ્ટીક ની જગ્યા એ આવી ચીજ વસ્તુઓ નો ઉપયોગ કરી શકાય. અને રોજગરી પણ ઉત્પન કરી શકાય હાલ તેમના કારખના મા 14 જેટલા શ્રમીકો કામ કરી રહ્યા છે.