દીકરીને ન્યાય અપાવવા માટે ગૃહમંત્રીશ્રી એ રુબરુ મુલાકાત લઈને પરિવાને કહી મહત્વની વાત…
સુરત શહેરમાં જે ઘટના બની તે ખુબ જ દુ:ખદનિય છે પરંતુ હવે આરોપીને જલ્દીથી આકરામાં આકરી સજા આપવામાં આવે જેથી ભવિષ્યમાં આવી કોઈ ઘટનાઓ ના બને.આ ઘટનાની જાણ થતા જ સુરત શહેર અને ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં પણ આ ઘટના વાયુવેગે પ્રસરી ગઈ અને એક રીતે જોઈએ તો આ ઘટના જાહેરમાં ઘટી છતાં પણ એક પણ વ્યક્તિ તે દીકરીનો જીવ બચાવવા આગળ ન આવ્યું, કદાચ તે પરિસ્થતિને અનુરૂપ જે લોકોએ વિચાર્યું હશે તેના લીધે ન આગળ વધી શક્યા હોય એવું પણ બની શકે. હાલમાં આ ઘટના પૂર્ણ થયા પછી સુરત શહેરના તમામ લોકો દીકરીને ન્યાય અપાવવા આગળ આવ્યા છે.
ખાસ કરીને જ્યારે આ ઘટનાની જાણ ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબને જાણ થતા જ તેમને તાત્કાલિક પોલીસને આ ઘટના વિષે તપાસ કરવા નો આદેશ આપી દીધો .હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સમગ્ર કેસમાં પોલીસ સખત મહેનત કરીને ઝડપથી ચાર્જશીટ ફાઇલ કરવા પ્રયાસ કરી રહી છે. ફોરેન્સિક ટીમનો રિપોર્ટ ઝડપથી આવી જાય. મોબાઈલનું ફોરેન્સિક લેબોરેટરીમાં તપાસ કરવામાં આવી રહી છે. જેથી મજબૂત પૂરાવાઓ ભેગા કરીને પોલીસ ઝડપથી ચાર્જશીટ ફાઇલ કરીને આરોપીને એ પ્રકારની સજા કરાવે કે જે દાખલારૂપ બેસી શકે.
એવા પ્રકારનો ન્યાય મળશે કે બીજા કોઇ યુવક આ આ પ્રકારનું કૃત્ય કરવાની હિંમત ન કરે. સૂત્ર દ્વારા મળેલી માહિતી મૂજબ જાણવા મળ્યું કે, હર્ષ સંઘવી સાહેબએ પરિવાર સાથે રૂબરૂ મુલાકાત કરીને દીકરીને ન્યાય અપાવશે તેવું કહ્યું હતું અને વાતચીતમાં એક ખૂબ જ ગંભીર બાબત જાણવા મળી છે. હત્યા કરનાર યુવક છેલ્લા ઘણા સમયથી યુવતીની પાછળ પડ્યો હતો અને તેને હેરાન કરતો હતો. આ બાબતે અમે આસપાસના પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ મળી હતી કે કેમ તે અંગે પણ તપાસ કરી પરંતુ કોઈપણ પ્રકારની ફરિયાદ યુવતી દ્વારા કરવામાં આવી ન હતી હર્ષ સંઘવી સાહેબ કહ્યું હતું કે જો કોઈપણ દીકરી સાથે આવા બનાવ બને તો ફરિયાદ કરનાર યુવતી અંગેની તમામ માહિતી પણ ગુપ્ત રાખવાનું આશ્વાસન હર્ષ સંઘવી આપ્યું હતું.
યુવતીને ઝડપથી ન્યાય મળે તેના માટે પોલીસને કામે લગાડવામાં આવી છે. સ્પેશિયલ પ્રોસિક્યૂટર પણ આપવામાં આવશે. પરિવારજન જે પણ વકીલને સાથે રાખવા માંગતા હોય તેને તેઓ રાખી શકશે તેનો તમામ ખર્ચ પણ રાજ્ય સરકાર ચૂકવશે. ખરેખર આ ઘટના એવી છે કે, દરેક લોકોની નજર સામે દીકરીનું મુત્યુ થયું એ દરમિયાન તેમનો પરિવાર પણ ત્યાં હતો છતાં પણ દીકરીનો જીવ તો ગયો પરંતુ હાલમાં એ આરોપીને પણ તાત્કાલિક સજા મળે એવી તો આપણા ન્યાયતંત્રમાં જોગવાઈ જ નથી, હજુ તો ઘણો સમય વીતી જશે આ દીકરીને ન્યાય મળવામાં પરંતુ જે રીતે ગૃહમંત્રીશ્રી એ આરોપીને પકડવા માટે તાત્કાલિક સૂચનો આપેલા અને યોગ્ય પગલા લીધા છે,એ પરથી કહી શકાય કે જલ્દી થી આ દીકરીને યોગ્ય ન્યાય મળશે અને આરોપીને સજા થશે.