Gujarat

હવામાન વિભાગ દ્વારા આગાહી, ઠંડીની સાથો સાથ થશે વરસાદ ગુજરાત સહિત 8 રાજ્યોમાં વરસાદ.

એક તરફ શિયાળો શરૂ થઈ ગયો છે, ત્યારે ફરી એકવાર ઠંડીમય વાતાવરણ શરૂ થઈ ગયો છે. ખરેખર કોઈ સામાન્ય વાત નથી. હાલમાં જ હવામાન વિભાગ દ્વારા માવઠા ની આગાહી કરવામાં આવી હતી અને આખરે બે વખત માવઠુંની આગાહી પડી અને ફરી એક વખત આગાહી છે, ત્યારે ગુજરાતમાં ઠંડી ને સાથે ફરી એક વખત વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમે આપને જણાવીશું કે ક્યાં ક્યાં વરસાદ પડશે.

ઉત્તર ભારત માં ઠંડીશરૂ થઇ ગઇ છે તો બીજી તરફ દક્ષિણ ભારત માં વરસાદ વધી રહ્યો છે. હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે કે 1 ડિસેમ્બર સુધી ભારતના 8 રાજ્યોમાં મધ્યમથી ભારે વરસાદ થઇ શકે છે. એક તરફ શિયાળો અને એમાં પણ વરસાદ ની આગાહી કરબામાં આવી છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે,તમિલનાડ પોડેંચેરી, કેરલ, આંધ્ર પ્રદેશ અને લક્ષદ્રીપ માં 1 ડિસેમ્બર સુધી મધ્યમથી ભારે વરસાદના અણસાર છે.

શ્રીલંકાના સમુદ્રી તટની પાસે એક ચક્રવાત છે. અને અત્યારે ઉત્તર-પૂર્વી હવા પણ ચાલી રહી છે. તેના લીધે વરસાદ આ રાજ્યોમાં અસર બતાવી શકે છે. આ ઉપરાંત 29 નવેમ્બરના રોજ અરબ સાગરમા, પણ ચક્રવાત ઉત્પન્ન થઇ શકે છે, જેથી ગુજરાત,ગોવા અને મહારાષ્ટ્ર માં વરસાદ થઇ શકે છે.આ દરમિયાન હવામાન વિભાગ ચેતાવણી આપી છે કે માછીમારો માછલી પકડવા માટે સમુદ્રમાં ન જાય.

શનિવારે પણ તમિલનાડુના ઘણા જિલ્લામાં વરસાદ થયો, જેમાં ચેગલપટ્ટુ, કુડ્ડુલોર, થિરૂવલ્લૂર, કાંચીપુરમ, ચેન્નઇ, કરઇકલ, અને મઇલાદુથુદરઇ સામેલ છે કે વરસાદના લીધે અત્યાર સુધી 8 લોકોના મોત થયા છે. વરસાદના લીધે તમિલનાડુ અને કેરલમાં પૂર જેવી સ્થિતિ છે. લોકોને ઘરથી નિકળતી વખતે ખૂબ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.ખરેખર ઠંડીની સાથો સાથ વરસાદ થવાથી સૌ કોઈ ચોંકી ગયાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!