હવામાન ખાતાએ કરી ચાર મહિનાનો અધધ આટલો ભારે વરસાદ પડવાની આગાહી
ભારતીય હવામાન ખાતાએ આજે ભારતમાં આ વર્ષના ચોમાસા દરમ્યાન દેશના ક્યા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેટલું રહેશે તેની આગાહી કરતા ફાઇનલ જાહેરાત કરી દીધી છે, દેશમાં આ વર્ષે ચોમાસામાં નોર્મલ ના 96% થી 104% જેટલો વરસાદ પડવાની આગાહી કરી છે એટલે કે ઓવરઓલ દેશમાં નોર્મલ રેન્જમાં વરસાદ રહી શકે છે.
જૂન થી સપ્ટેમ્બર સુધીના વરસાદની આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું હતું કે ઉત્તર પશ્ચિમ ભારતમાં 92 થી 108% , દક્ષિણ ભારતમાં 93 થી 107% જ્યારે પૂર્વ ભારતમાં 95% થી ઓછો વરસાદ પડવાની સંભાવના છે.આપણું ગુજરાત રાજ્ય દેશના મધ્ય ભારત (સેન્ટ્રલ ઇન્ડિયા) ઝોનમાં આવે છે તેના માટે મહત્વની આગાહી કરતા હવામાન ખાતાએ મધ્ય ભારતમાં 106% કરતા વધુ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે.
ઉપરોક્ત મેપમાં હવામાન ખાતાએ જૂન થી સપ્ટેમ્બર મહિના માટે કરેલી દેશભરની અને ગુજરાતની વરસાદની આગાહી દર્શાવાઇ રહી છે જેમાં પીળો કે કેસરી રંગ ઓછા વરસાદની જ્યારે લીલો રંગ નોર્મલ વરસાદની અને બ્લુ રંગ નોર્મલ કરતા વધુ વરસદની સંભાવના વાળા વિસ્તાર બતાવે છે (સફેદ રંગ નોર્મલ નજીક વરસાદની સંભાવના દર્શાવે છે).
ઉપરોક્ત મેપ જૂન મહિના માટેની વરસાદની આગાહી દર્શાવે છે જેમાં ગુજરાતમાં મોટેભાગના વિસ્તારોમાં નોર્મલ અને સૌરાષ્ટ્ર ના કેટલાક વિસ્તારોમાં નોર્મલથી વધુ વરસાદ પડે તેવી શકયતા વ્યક્ત કરાઇ છે. ગુજરાત ના હવામાન વરસાદ અને ચોમાસાની રેગ્યુલર આગાહી અપડેટ માટે આ વેબસાઈટ તમારા મોબાઈલમાં સેવ કરી લેજો અને તમારા મિત્રોને શેર કરવાનું ભુલશો નહીં.