હવામાન વિભાગ ની મોટી આગાહી, જાણો સૌથી પહેલા કયા થશે વરસાદ
ચોમાસા ને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે અને આ પહેલા પણ હવામાન વિભાગ દ્વારા પૂર્વાનુમાન જાહેર કર્યું હતું કે દેશમાં ચોમાસુ 31 મે ના રોજ શરૂ થશે. સાથે જ 5 દિવસ આગળ પાછળ ચોમાસુ શરૂ થવાનું અનુમાન હતું. પરંતુ વાતાવરણ મા પલટો થતા અને લો પ્રેશર નબળુ પડતા હવે ચોમાસું 3 જુન ના રોજ બેસે તેવી સંભાવના છે. અને કેરળ મા ચોમાસા ની શરુવાત બાદ દેશ ના અન્ય રાજ્યો મા ચોમાસું આગળ વધશે. ગુજરાતમાં 15 થી 20 જૂન વચ્ચે ચોમાસાનું આગમન થશે.
ગુજરાતમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી થઈ રહી છે અને આગામી તારીખ 15 થી 20 જુન વચ્ચે ચોમાસા ની શરુવાત ગુજરાત મા થય શકે છે તેવુ હવામાન ખાતા ના ડાયરેક્ટર મનોરમાં મોહન્તીએ જણાવ્યું છે.
આ ઉપરાંત આગામી પાંચ દિવસ ના હવિમાન ની વાત કરીએ તો ગુજરાત મા વાતાવરણ વાદળછાયુ રહેશે અને ભાવનગર, રાજકોટ , અમરેલી , ગીર મા તારીખ 3 અને 4 જુને વરસાદ પણ પડી શકે છે
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે 31 મે થી 6 જૂન વચ્ચે ગુજરાતના વાતાવરણ મોટા ફેરફાર થશે. અનેક વિસ્તારમાં ભારે ગાજવીજ સાથે વરસાદ પડશે.