Entertainment

યુક્રેન અને રશિયાના યુદ્ધ વચ્ચે યુક્રેનમાં ફસાયેલા ભારતીયો ને માટે BAPS કરી રહ્યું છે મદદ જાણો વિગત…

હાલમાં યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, તેવામાં યુક્રેનમાં વસવાટ કરનારા તમામ લોકોના જીવ મુશ્કેલીમાં છે. યુક્રેનમાં આપડા ભારતીયો પણ ફસાયેલા હોવાનું સામે આવ્યું છે. આવા સંજોગોમાં યુક્રેન અને બીજા કેટલાક વિશ્વના દેશોની સરકારો યુક્રેન – રશિયા યુદ્ધમાં ફસાયેલા લોકોની મદદ કરી રહ્યું છે. જણાવીએ કે હાલ પોલેન્ડ દેશે યુક્રેન માં ફસાયેલા બધાજ ભારતીયો માટે પોતાના દેશની સરહદો ખોલી આપી છે.આવામાં લોકો માટે થોડા રાહતના સમાચાર આવી રહ્યા છે.

યુક્રેન થી પલાયન કરેલા ભારતીયો ને પોલેન્ડમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા મદદ કરી રહ્યું છે. વધુમાં જણાવીએ તો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ થોડા દિવસો પેહલા પૂજ્ય બ્રહ્મવવિહારી સ્વામીને સાથે વાત કરી, યુક્રેન થી પોલેન્ડ પલાયન કરેલા ભારતીયોની મદદે રેહવા માટે વિનંતી કરી હતી. સંસ્થાના હાલ ના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા તરતજ પોતાની સંસ્થાના સ્વયમ્ સેવકોને ભારતીયો ની સેવા કરવા માટે કેહવાયું અને વિવિધ ગોઠવણો પણ કરવામાં આવી, અને બી.એ.પી.એસ. સંસ્થાના સ્વયમ્ સેવકો વિવિધ વસ્તુઓ એકત્ર કરીને પોલેન્ડ ની સરહદે સેવાના કાર્યમાં લાગી પડયા હતા.

પેરિસ અને સ્વિત્ઝર્લેન્ડ જેવા દેશોમાં પણ બી.એ.પી.એસ. સંસ્થા કાર્યરત છે, તેવામાં ત્યાં થી પણ સ્વયમ્ સેવકો સતત ૨૦-૨૨ કલાકની સતત મુસાફરી બાદ પણ આ સેવાના કાર્યમાં જોડાવા પહોંચ્યા છે. આ સ્વયમ્ સેવકો યુક્રેન અને પોલેન્ડ ની સરહદ નજીક આવેલા રેસ્ઝો ગામે ૮૦૦-૧૦૦૦ લોકોને ભોજન અને અન્ય સુવિધાઓનો લાભ આપી લોકોની સેવામાં હાલમાં કાર્યરત છે.

-૪° સે તાપમાનમાં ભારતીયો ૪૦ – ૫૦ કિલોમીટર દૂર થી પગપાળા પલાયન કરીને અહીંયા શરણ લઈ રહ્યા છે, જે ખુબજ દયનીય છે, જ્યારે સ્વયમ્ સેવકો તેમનો આ દર્દ સમજે છે જેથી તેઓ પોતાના બનતા પ્રયાસો કરીને આવા ભારતીયોને ત્યાં ગરમ શુદ્ધ સાત્વિક ભોજન પૂરું પાડી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે જ્યારે જ્યારે માનવ સર્જિત અથવા કુદરતી આપદા આપડા પર આવી પડે છે ત્યારે સ્વામિનારાયણ સંસ્થા બી.એ.પી.એસ. પોતાના સ્વયમ્ સેવકો સાથે સેવામાં મોખરે હોય છે. પોલેન્ડમાં ભારતીય એમ્બેસી દ્વારા એક પ્રસિદ્ધ હોટેલના કોન્ફરન્સ રૂમના દરવાજા શરણાર્થીઓ અને બી.એ.પી.એસ. ના સ્વયમ્ સેવકો માટે ખોલી આપવામાં આવ્યા છે. બધાજ ફસાયેલા ભારતીયો હાલ હૃદયના ઊંડાણથી ભારતીય દૂતાવાસ, પોલેન્ડ સરકાર અને કાર્યરત સ્વયમ્ સેવકોનો આભાર માની રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!