વિજય સુવાળા અને હેમંત ચૌહાણ એ કિશન ભરવાડ ની હત્યા મામલે શુ કહ્યુ? જાણો અહી…
કિશન ભરવાડની ઘટના હવે માત્ર ધંધુકા ગામની નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં તેની અસર વર્તાય રહી છે. તેમજ હિન્દૂ ધર્મના તમામ લોકો કિશન ને ન્યાય અપાવવા સરકારને અપીલ કરી રહ્યા છે, ત્યારે ગુજરાતનાં તમામ લોકસાહિત્યકાર, હાસ્યકલાકાર અને કલાજગતના કલાકારો પણ આગળ આવ્યા છે, સૌ લોકોએ કિશન ભરવાડ ને ન્યાય આપવા માટે અપીલ કરી છે. આ ઘટના પરથી એ તો કહી શકાય કે કોઈપણ ક્ષેત્રના કલાકારો માત્ર પોતાની કલા થકી લોકોનું મનોરંજન નથી કરતા પરતું જ્યારે આવી ઘટનાઓ બને છે, ત્યારે સમાજમાં પડખે ઉભા રહીને દરેક સહકાર આપે છે.
કિશન ભરવાડ ને ન્યાય અપાવવા બદલ રાજભા ગજવી, માયાભાઈ આહિર, દેવાયત ખાવાડ એ સોશિયલ મીડિયના માધ્યમ થી કિશણ ભરવાડને ન્યાય અપાવવા અપીલ કરી છે.ત્યારે હવે હેમંત ચૌહાણ અને વિજય સુવાડા પણ પોતાનું નિવદેન આપ્યું છે અને કિશન ભરવાડ અનેગ મહત્વની વાત કરી છે, જેનાં વિશે અમે આપને માહિતગાર કરીશું. ખરેખર આ એજ ખૂબ જ સરાહનીય કામગીરી છે.
લોકપ્રિય ગાયક કલાકાર અને ભારતીય જનતા પાર્ટીના નેતા એવા વિજય સુવાડા એ કિશન ભરવાડ ને ન્યાય અપાવવા બદલ કહ્યું છે કે, હું કીશન ભરવાડની સાથે છું, કિશન ભરવાડ સાથે જે પણ ઘટના બની છે તેને હું વખોડી કાઢી છું. હું પણ માલધારીનો દીકરો છું અને કિશન પણ માલધારીનો દીકરો હતો. કિશન ગૌરક્ષક અને ગૌપ્રેમી હતો અને હું પણ છું. કિશનના પરિવારની ગુજરાત સરકારે જવાબદારી લીધી છે. કિશન ભરવાડના ઘર માટે જ્યાં પણ જરૂર પડશે ત્યાં હું 24 કલાક ખડેપગે રહીશ. આજે હું કિશન ભરવાડના ઘરે શ્રદ્ધાંજલિ પાઠવવા જઇ રહ્યો છું.
દરેક લોકસાહિત્યકાર અને લોકગાયક કલાકાર આગળ આવ્યા છે કિશનને ન્યાય અપાવવા માટે ત્યારે ભજનિક હેમંત ચૌહાણ એ પણ આ ઘટના વિશે પોતાનું નિવેદન આપ્યું છે.હેમંત ચૌહાણે જણાવ્યું હતું કે, ધંધૂકામાં ઘટના બની છે તે ખૂબ જ દુઃખદાયી છે. કિશનભાઈ ભરવાડના પરિવારને હું આશ્વાસન આપું છું, કિશનભાઈના આત્માને ભગવાન શાંતિ આપે તેવી મારી પ્રાર્થના છે. સરકાર પણ આ બાબતમાં ઝડપી પગલા લે તેવી મારી વિનંતી છે. પોલીસે હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરવી જોઇએ.