ચાલુ પરીક્ષા મા હાર્ટ એટેક આવતા વિદ્યાર્થી નો જીવ ગયો ! સી.સી.ટી.વી વિડીઓ મા ઘટના કેદ…
મુત્યુ ક્યારે જીવનના દ્વારે ઊભીને આવી જાય એ કોઈ નથી જાણતું! કાલના દિવસે જ એક એવી દુઃખ ઘટના બની જેના લીધે એક પરિવારે પોતાનો વ્હાલસોયો દીકરો ગુમાવ્યો. કાલના દિવસ થી બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે, ત્યારે બોર્ડની પરીક્ષા દરમિયાન જ કલાસરૂમમાં એક દુઃખ બનાવ બન્યો. આ કરુણ ઘટનાના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, ધોરણ 12 કોમર્સની પરીક્ષા આપવા ગયેલ વિધાર્થીની અચનાક રૂમમાં જ તબિયત લથડી હતી. આ સમયગાળામાં અન્ય વિધાર્થીઓ પરીક્ષાનું પેપર લખી રહ્યા હતા ત્યારે આ વિધાર્થી પાટલી પર માથું રાખીને સુઈ રહ્યો હતો. આ તમામ દ્રશ્યો સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
આ ઘટના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ તો અમદાવાદના રખિયાલ વિસ્તારમાં શેઠ સીએલ હાઈસ્કૂલના પરીક્ષા કેન્દ્રમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપવા વિધાર્થીઓ પહોંચ્યા અને શાંતિ પૂર્ણ રીતે પેપર લખવા પણ લાગ્યા. ત્યાં સુધી બધું જ સામાન્ય હતું. પણ અમન નામના વિધાર્થી ની સ્થિતિ સામાન્ય ન હતી. કારણ કે તેની તબિયત ઠીક ન હતી. પરીક્ષા માટે પરીક્ષા ખંડમાં ગોઠવવામાં આવેલા સીસીટીવી દ્રશ્યો જે સામે આવ્યા છે.
તે દ્રશ્ય માં સાફ દેખાઈ રહ્યું છે કે અમનની પાસે બેઠેલા અન્ય વિદ્યાર્થીઓ પણ પેપર લખી રહ્યા છે પણ અમન પાટલી પર માથું ટેકવીને સૂતો છે. પરીક્ષાખંડના સુપરવાઈઝર વિધાર્થીઓ આસપાસ ચક્કર લગાવતા પણ સીસીટીવીમાં દેખાઈ રહ્યા છે. સુપરવાઈઝરનું અમન પર ધ્યાન જ્તાં તેની તબિયત અંગે પુછી રહ્યા છે. બાદમાં અમનને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યો ઉલ્ટી થવાની શરૂ થઈ. જેના પગલે 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી.
અમન પરીક્ષા ખંડની બહાર નીકળતો હોવાના દ્રશ્ય પણ સીસીટીવીમાં કેદ થયા છે.બાદમાં 108 એમ્બ્યુલન્સમાં અમનનુ BP ચેક કરવામાં આવ્યું. ત્યારબાદ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર અર્થે અમનને સરસપુર વિસ્તારની શારદાબેન હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં અમનની સ્થિતિ ગંભીર જણાતા તેને વેન્ટિલેટર પર રાખવાની ફરજ પડી હતી. બાદમાં તેને ફરજ પરના ડોક્ટરએ મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ પરિવારજનોમાં શોકનું વાતાવરણ છવાઈ ગયેલું
અમદાવાદઃ બોર્ડની પરીક્ષામાં અમનની તબિયત બગડી હતી, પરીક્ષા ખંડના સીસીટીવી સામે આવ્યા #Ahmedabad #Gujarat #CCTV pic.twitter.com/41d3i72xgo
— News18Gujarati (@News18Guj) March 28, 2022