એક સમયે નાના એવા ઘરમાં રહેતા બે ભાઈઓ આજે મુંબઈ અને વડોદરામાં આલીશાન બંગલો અને ફ્લેટ છે! ઘર જોઈને કહેશો કે…
આપણે બૉલીવુડના તો દરેક કલાકરના જીવનના સંઘર્ષ વિષે જાણતા હોઈએ છીએ પરંતુ આજે આપણે જાણીશું પડ્યા ભાઈઓ વિષે. મધ્યમવર્ગીય પરિવારઅને હાર્દિક અને કૃણાલ પંડ્યાએ આજે પોતાની મહેનતથી વૈભવશાળી જીવન જીવે છે. વડોદરામાં નાનકડા ફ્લેટમાં રહેતા કૃણાલ અને હાર્દિક આજે મુંબઈમાં આલિશાન ફ્લેટના માલિક બન્યા છે.
તમને જાણીને નવાઈ લાગશે કે પંડ્યા બ્રધર્સ એટલે કે ક્રિકેટર હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાએ મુંબઈમાં નવું ઘર ખરીદ્યું છે.હાર્દિક અને કૃણાલે મુંબઈના ખારમાં 8 BHK ફ્લેટ ખરીદ્યો છે. સેલિબ્રિટીઝના મનપસંદ કહેવાતા રુસ્તમજી પેરામાઉન્ટમાં ફ્લેટ ખરીદ્યો છે.
3838 સ્ક્વેર ફૂટના 4+4 BHK ફ્લેટમાં હાર્દિક અને કૃણાલ પોતાના પરિવાર સાથે રહેવા જશેબાંદ્રા ખારમાં આવેલું પંડ્યા પરિવારના આ ઘરમાં અરબી સમુદ્રની સુંદરતા જોવા મળે છે.એપાર્ટમેન્ટમાં લક્ઝરી સુવિધાઓ પણ છે.
પ્રાઈવેટ સ્વિમિંગ પુલ, પ્રાઈવેટ થિયેટર, જિમ જેવી સુવિધાઓ રુસ્તમજી પેરામાઉન્ટના રહેવાસીઓ માટે અંદર જ ઉપલબ્ધ છે. આ સિવાય સ્કાય લાઉન્જ, સિનિયર સિટીઝન ઝોન, બાળકો માટે ક્રિએટિવિટી એરિયા, ઈનડોર ગેમ સેન્ટર અને સ્પા જેવી સુવિધાઓથી પણ સજ્જ છે.
મુંબઈનો બાંદ્રા વિસ્તાર સેલિબ્રિટીઝના નિવાસ્થાન તરીકે ઓળખાય છે. વડોદરાના પોશ વિસ્તારમાં પણ જ આલિશાન બંગલો બનાવ્યો છે.ચાર બેડરૂમના પેન્ટહાઉસને ઓલિવ ક્રેના ક્રિએટીવ ડિરેકટર અનુરાધા અગ્રવાલે ડીઝાઈન કર્યું છે.
આ ઘર પરિવારના દરેક વ્યક્તિના વ્યક્તિગત શૈલીનું પ્રતિબિંબ આપે છે. હાર્દિક અને ભાઈ કૃણાલના બેડરૂમમાં મુખ્યત્વે વાદળી રંગનો ઉપયોગ કર્યો છે. જે ક્રિકેટ પ્રત્યેનો જુસ્સો વધારે છે.હાર્દિકના માતાપિતા માટે પણ વિશાળ રૂમ બનાવ્યો છે.
આબેડરૂમને એક સિમ્પલ ડીઝાઈન સાથે વિશિષ્ટ રીતે બનાવવામાં આવ્યો છે. એક સમય એવો હતો જ્યારે તેઓ એક નાના એવા ઘરમાં રહેતા હતા પરંતુ આજે બંને ભાઈઓએ ક્રિકેટ દ્વારા અઢળક સંપત્તી કરીને વૈભવશાળી જીવન જીવી રહ્યા છે.