GujaratHealth

ગુજરાત ની એક એવી હોસ્પિટલ જ્યાં લાખો રૂપિયાના ઓપરેશન પણ ફ્રી માં કરી આપવામાં આવે છે …

કહેવાય છે કે પહેલું સુખ તે જાતે નર્યા.. એટલે કે જેમનું શરીર નિરોગી છે તે સૌથી સુખી વ્યક્તિ છે. આપણે જયારે પણ કોઈ વ્યક્તિ ને દવાખાનામાં જોઈએ તો કહીયે છીએ કે હે પ્રભુ કોઈને દવાખાનું ન બતાવીશ..કેમ કે માણસ શારીરિક રીતે તો હેરાન થાય છે સાથોસાથ હોસ્પિટલના મસ મોટા બિલ માણસને આર્થિક રીતે તોડી નાખે છે. તો આજે આપણે એવી એક હોસ્પિટલ વિશે વાત કરવાની છે જે આંખને લાગતા કોઈપણ રોગ ની ફ્રી માં સારવાર કરે છે એટલું જ નહીં અહીંયા લાખો રૂપિયા ના ઓપરેશન પણ તદ્દન મફત થાય છે.

આ હોસ્પિટલનું નામ શેઠ રતનજી નથ્થુભાઈ ચાવસારેવાલા છે તે RNC હોસ્પિટલના ટૂંકા નામે પ્રચલિત છે. આ હોસ્પિટલ વલસાડમાં આવેલી છે. આ હોસ્પિટલમાં ગુજરાત સિવાય રાજસ્થાન અને મધ્યપ્રદેશ થી પણ મોટા પ્રમાણમાં લોકો આંખના ઈલાજ માટે આવે છે. સેવા કરવાના ઈરાદા થી વર્ષો પહેલા આ હોસ્પિટલ બનાવવામાં આવી હતી આજે આ હોસ્પિટલમાં દરેક જાતના આંખોને લગતા રોગોનો સારવાર કરવામાં આવે છે એટલું જ નહીં દરરોજ 70-80 જેટલા આંખોના મોતીયા ઉતારવના પણ ઓપરેશન અહીંયા થાય છે તે પણ એકદમ નિઃશુલ્ક.

કોઇપણ પ્રાઈવેટ હોસ્પિટલમાં જે સેવાઓ આપવામાં આવે છે જે સાધનો વસાવવામાં આવે છે તે બધી જ સેવાઓ અને સાધનો અહીંયા ઉપલબ્ધ છે. આ હોસ્પિટલમાં ૮ નિષ્ણાત તબીબો ફૂલ ટાઈમ સેવા આપી રહ્યા છે જ્યારે ૧૨ વિઝીટિંગ ડોક્ટરો દરરોજ હોસ્પિટલમાં દર્દીઓની સેવા કરી રહ્યા છે. મોતિયા સિવાય પણ ખૂબ જ મોંઘા ગણાતા ઝામર, આંખોનો પડદો સાફ કરવા જેવા મોટા ઓપરેશન પણ નિઃશુલ્ક થાય છે. ખાસ કરીને ગરીબ દર્દીઓને ધ્યાનમાં રાખીને નવી નવી સેવાઓનો ઉમેરો આ હોસ્પિટલમાં થતો રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!