Gujarat

1985 ના સમયનુ રેસ્ટોરન્ટનુ બિલ સોસીયલ મીડીઆ પર વાયરલ ! જુઓ 37 વર્ષ પહેલા શુ હતા જમવાના ભાવ..

આપણે જાણીએ છે કે, સમયની સાથે બધું બદલાય જાય છે. આપણે જાણીએ છે કે, આજે મોંઘવારી આસમાને પહોંચી છે પરંતુ એક સમયે ખૂબ જ સસ્તાઈ હતી અને આજે અમે આપને એક એવું બિલ બતાવીશું જે હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. આ હોટલનું બિલ વર્ષ 1985નું છે અને આ બીલમાં તમે ભાવ જોઈને ચોકી જશો.એક સમય એવો હતો કે બધી જ વસ્તુઓ ખૂબ જ સસ્તી હતી પરંતુ આજે એ સમયના ભાવમાં કંઈ જ નથી આવતું.

હાલમાં સોશીયલ મીડિયામાં વાયરલ થયેલ પીળા રંગના બીલમાં શાહી પનીર, દાળ મખાની, રાયતા અને રોટલીનો ઓર્ડર આપવામાં આવ્યો છે. કે તે સમયે શાહી પનીર માત્ર 8 રૂપિયામાં મળતું હતું જ્યારે દાળ મખની અને રાયતા માત્ર 5 રૂપિયામાં મળતા હતા. હવે વિચાર કરો કે એ સમયમાં પાંચ રૂપિયા પણ આજના 500 રૂપિયા બરોબર હતા. ખરેખર સમય જતાં આજે બધું જ બદલાય ગયું છે.

સૌથી ખાસ વાત એ છે કે, રોટલીની કિંમત માત્ર 70 પૈસા હતી. બિલ 26 રૂપિયા 30 પૈસાનું છે. આ બીલમાં 2 રૂપિયાનો સર્વિસ ચાર્જ પણ જોડવામાં આવ્યો છે. આનો અર્થ એ છે કે તે એક સારા રેસ્ટોરન્ટનું બિલ છે. એ સમયમાં પણ આજના સમય પ્રમાણે દરેક સુવિધાઓ ઉપલબ્ધ હતી પરંતુ માત્ર ભાવ ઓછા હતા.

સોશીયલ મીડિયામાં વાયરલ થયેલ આ બીલને લોકોએ આજના સમય સાથે સરખાવવાનું શરૂ કર્યું છે. એક તરફ જ્યાં 1985માં શાહી પનીરની કિંમત 8 રૂપિયા હતી ત્યાં આજે તેની કિંમતમાં ઘણો વધારો થયો છે. અલગ- અલગ હોટેલના ભાવ ચોક્કસ પણે અલગ-અલગ જ હોય છે પરંતુ તેમાં અનેક ગણો વધારો થયો છે. હાલમાં આ જૂનું બિલ વાયરલ થઈ રહ્યું છે. આ બિલ જોઈને સૌ કોઈ પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યું છે અને કૉમેન્ટ બૉકસમાં જુના સમયની વારો કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!