અવકાશ મા સ્પેસ સ્ટેશન પરથી કેવુ દેખાઈ છે બીપોરજોય વાવાઝોટુ??? વિડીઓ જોઈ અંદાજ લગાવો કેટલું ભયાનક છે….જુઓ વિડીઓ
હાલમાં સૌરાષ્ટ્ર અને કચ્છના લોકો બીપોરજોય વાવાઝોડામાં સંકટથી ચિંતિત છે, ઍવામાં હાલમાં જ એક એવો વિડીયો સામેં આવ્યો છે કે આ વિડીયો જોઈને તમારું હૈયું કંપી જશે. વાત જાણે એમ છે કે હાલમાં જ અવકાશ મા સ્પેસ સ્ટેશન પરથી કેવુ બીપોરજોય વાવાઝોટુ કેવું દેખાય છે તે વિડીઓ જોઈ અંદાજ લગાવી શકો છો.
આ વીડિયોમાંથી તમે જોઈ શકશો કે આ વાવાઝોડું કેટલું વિકરાળ અને ભયંકર છે. આ વીડિયો જોઈને સૌ કોઈ આશ્ચયપામી ગયા છે. કાલે આ વાવાઝોડું લેન્ડફોલ થવાનું છે ત્યારે ગુજરાત પર ભારે સંકટ છે. હાલમાં જ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પરથી ચક્રવાતના વિઝ્યુઅલ્સ જાહેર કરવામાં આવ્યા છે.
આ વીડિયોમાં તમેં જોઈ શકો છો કે અરબી સમુદ્ર પર ‘બિપોરજોય’ કેવી રીતે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે તે આમાં દેખાય છે. હવામાન વિભાગ મુજબ હાલમાં જખૌ બંદરથી 280 કિમી દૂર છે. ગઈકાલે એટલે કે 15 જૂનની સાંજ સુધીમાં બંદર પર પહોંચી શકે છે.ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારો તેમજ પાકિસ્તાનની આજુબાજુના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જામનગર, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, મોરબી અને વલસાડ બાજુ ખાસ ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે બીપોરજોય ચક્રવાત કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે જખૌ બંદર નજીક 125-135 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે 15 જૂનની સાંજે 150 કિમી પ્રતિ કલાકની વચ્ચે લેન્ડફોલ કરે તેવી શક્યતા છે. ખાસ કરીને સૌ લોકોએ પોતાની સલામતી માટે સાવચેત રહેવું જરૂરી છે, વાવાઝોડા અંગે જે સૂચનો આપ્યા તેનું પાલન કરવું.