Gujarat

હુ કલકી નો અવતાર છુ અને નરેન્દ્ર મોદી અર્જુન નો અવતાર છે : રમેશચંદ્ર ફેફર ( નિવૃત અધિક્ષક ઇજનેર)

હાલ સોસિયલ મીડીયા પર એક સમાચાર ખુબ વાયરલ થય રહ્યા છે જેમાં એક સરકારી અધિકારી પોતાને કલકી નો અવતાર ગણાવી રહ્યો છે. આપને જણાવી દઈએ કે કલકી એ કૃષ્ણ ભગવાન નો છેલ્લો અવતાર છે. જો કોઈ સામાન્ય માણસ આવુ કે તો લોકો તેને ગાંડા મા જ ગણી લે.

આ દાવો રાજકોટના રમેશચંદ્ર ફેફર જેઓ પોતે નિવૃત અધિક્ષક ઇજનેર છે. અને તેઓએ 16 લાખનો એક વર્ષનો પગાર અને ગ્રેજયુઇટીની અન્ય 16 લાખની રકમ ચૂકવવા પત્ર લખીને ફરી એકવખત દાવો કર્યો છે તે કલકી નો અવતાર છે.

પત્ર મા લખ્યુ કે ” ઉપરોક્ત વિષય અન્વયે જય ભારત સાથ જણાવવાનું કે સરદાર સરોવર નર્મદા નિગમ પુનર્વસવાટ એજન્સી માં મારી પ્રતિ નિયુક્તિ દરમિયાન મારો એક વર્ષનો આશરે રૂપિયા ૧૬ લાખ જેટલો પગાર લેવાનો બાકી છે. આ એક વર્ષ દરમિયાન મેં વર્ક ફ્રોમ હોમ કામ કરેલું જ છે અને આ રીતે કોરોના કાળમાં કામ કરેલ વ્યક્તિઓને સરકારમાં પગાર ચૂકવેલ જ છે…

હું કલ્કી અવતાર જ છું અને મારી તપસ્યાને હિસાબે જ છેલ્લા વીસ વર્ષ થયા સતત સારા વરસાદ ભારતમાં થયા છે. એક પણ વર્ષ સમગ્ર દેશમાં દુષ્કાળ પડેલ નથી. છેલ્લા વીસ વરસના સારા વરસાદને લીધે જ હિન્દુસ્તાનને 20 લાખ કરોડનો ફાયદો થયેલ છે. તેમ છતાં મને સતત રાક્ષસો સરકારમાં બેસી અન્યાય કરે છે. આથી આ વર્ષે હું સમગ્ર વિશ્વમાં પાણી નો, વરસાદ નો અને બરફ વર્ષા નો ભયંકર દુષ્કાળ પાડવાનો છું, કારણકે હું જ કલ્કી અવતાર ભગવાન વિષ્ણુ નો દસમો અવતાર છું અને સતયુગમાં મારી જ સત્તા પૃથ્વીલોક પર ચાલે…

આ ઉપરાંત સ્થાનીક મીડીયા ચેનલ ને ઈન્ટરવ્યુ મા તેવો દાવો કર્યો હતો કે “નરેન્દ્ર મોદી અને અડવાણી બન્ને અર્જુન ના અવતાર છે”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!