તમારા વર્તમાન જીવનમાં આવા સંકેત તમે અનુભવો છો તો નક્કી તમારો પુર્નજન્મ છે!
કહેવાય છે ને કે લખ ચૌર્યાસી ફેરા ફર્યા પછી માનવ રૂપી અમૂલ્ય દેહ મળે છે અને આ દેહ તો નાશવંત છે પરંતુ આપણી આત્મા અમર છે. દરેક માનવીનું જીવન તેમાં પુર્નજન્મ સાથે જોડાયેલું જ હોય છે કારણ કે આપણે કેટલા ભવ થી માનવી દેહ ભોગવી રહ્યા છે એ નથી જાણતા ત્યારે આજે આપણે જાણીશું કે તમે કંઈ રીતે જાણી શકો છો કે આ તમારો પુર્નજન્મ છે. ખરેખર આપણે જે વર્તમાનમાં જે જન્મ મળ્યો છે એ સમયગાળમાં આપણામાં એવા ઘણા લક્ષણો જોવા મળે છે જે આપણા પુર્નજન્મનો ઈશારો કરે છે. ત્યારે આજે આપણે જાણીશું કે પૂર્ન જન્મ નાં લક્ષણો શું છે.
પુર્નજન્મ નું પહેલું લક્ષણ એ છે કે, જો આ ભવમાં તમને કોઈ વસ્તુઓ થી ડર લાગે છે તેમજ પાણી કે આંગ અથવા દરિયો કે પછી પહાળો જેવી જગ્યાઓ પાસે જતા જ ડરનો અનુભવ થાય તો સમજવું જે પહેલા જન્મમાં કંઈક એવી ઘટના બની હશે. આ બાદ બીજું અને સૌથી ભયાનક વાત એ છે કે જો તમને કોઈ વાતનું સપનું વારંવાર આવતું હોય તો એ પણ એક સંકેત છે કે નક્કી આ તમારો પુર્નજન્મ છે , કારણ કે ક્યારેક અધૂરી ઈચ્છાઓને કારણે માણસ ફરી જન્મ લે છે.
આ સિવાય સૌથી ખાસ મહત્વની વાત. આ જનનમાં કોઈ અજાણ્યા વ્યક્તિઓ સાથે આપણને બહુ લગાવ હોવો અને તેના પ્રત્યે પ્રેમભાવના તેમજ લાગણીઓ હોવી તે પણ એક સંકેત છે કારણ કે ગયા જન્મનું કંઈક લેણું દેણું તમારે તેની સાથે છે અને કોઈક સંબંધ પણ હોય શકે છે અને ક્યારેક જો તમે કોઈ વ્યક્તિને ઓળખતા ન હોવ અને ક્યાંય જોયા ન હોય છતાં એવું લાગે તમે આને ઓળખો છો તો નક્કી આ સંકેત છે પુર્નજન્મનો! જીવનમાં કોઈક વસ્તુઓ થી ડર લાગવો જેને જોઈતા જ મન ને અશાંતિ થવી અને ગભરામણ થવું એ સંકેત છે અને આ તમામ તથ્યો ગરુડ પુરાણ મુજબ જ છે.