પતિ પત્ની નો જન્મ જન્મ નો સાથ! પતિ નુ મૃત્યુ થતા પત્ની એ પણ…..
રોજ બરોજ અનેક પરિવારજનો એ પોતાના સ્વજનોને ગુમાવે છે. કોઈ રોડ અકસ્તમાતમાં તો કોઈ આત્મહત્યા દ્વારા તેમજ કુદરતી રીતે મુત્યુ પામતા હોય છે. હાલમાં જ એક દુઃખ ઘટના બની, પતિ પત્ની નો જનમ જનમનો સાથ હતો અને ઘણાય એવા દંપતીઓ હોય છે જેઓ લગ્ન જીવનના અંત સુધી સાથ આપતા હોય છે. ત્યારે પતિ નુ મૃત્યુ થતા પત્નીએ પણ વિદાય લેતા પરિવાર જનોમાં દુઃખ વાતાવરણ છવાઈ ગયું છે. જ્યારે તમે આ દુઃખ ઘટના વિશે સાંભળશો ત્યારે તમારી આંખમાંથી આસુંઓ સરી પડશે.
જન્મ અને મરણ આ બન્ને ઘટનાઓનો ક્રમ ક્યારેય કોઇ કળી શક્યું નથી. કુદરતે આ બન્ને પોતાના હાથમાં રાખ્યા છે અને એટલે જ આસમાનને આંબતા માનવીએ પગ તો જમીન પર જ રાખવા પડે છે. સમજણા અને પુખ્ત થયા બાદ સપ્તપદીના વચને બંધાયા બાદ મોટાભાગની જિંદગી સાથે વીતાવી હોય, સુખ દુ:ખ વહેંચ્યા હોય તેમને મોત તો શું જુદા પાડી શકે! ગોંડલના પરિવાર સાથે આવી જ એક ઘટના બની હતી અને વૃધ્ધ પિતાના નિધનના અમુક દિવસોમાં જ વૃધ્ધ માતા પણ પિતાના પગલે અનંતની વાટે ચાલી નીકળતાં પરિવાર નોંધારો બની ગયો હતો.ખરેખર આ ઘટના ખુબ જ દુઃખ છે, વિચાર કરો જેને અગ્નિ સાક્ષી એ સાત ફેરા ફર્યા તા એ દંપતીનું મુત્યુ પણ સાથે જ થયું, ત્યારે આ કરુણ ઘટના સૌ કોઈના હ્દયને સ્પર્શી ગઈ હતી, આ ઘટના દિવ્યભાસ્કર મુજબ જાણવા મળી છે, જેની અમે આપણે મળેલી માહિતી મુજબ જણાવશું.
આ દુઃખ ઘટના બની છે, ગોંડલના કપુરીયા ચોકમાં રહેતા વિપ્ર પરિવાર સાથે. વાત જાણે એમ છે કે,દસ દિવસના ટૂંકા સમયમાં જ પિતા બાદ વૃદ્ધ માતાએ વિદાય લેતા જ પરિવાર શોકમગ્ન બની ગયા છે. વાત જાને એમ છે કે,શહેરના કપુરીયાપરામાં બાલ મંદિર પાસે રહેતા અને રાજકોટ કેસ ડીઝલમાં નોકરી કરતા શાંતિલાલ છગનભાઈ રાવલ (ઉંમર વર્ષ 70) નું ગત તારીખ 4 ડિસેમ્બરના ટૂંકી બીમારી બાદ નિધન થયું હતું, ત્યારબાદ તેમના પત્ની શારદાબેન (ઉંમર વર્ષ 67) ની પણ તબિયત લથડતા અત્રેની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.પરિવાર માત્ર એક દુઃખ આવી ગયું હતું, પિતાના નિધનના શોકમાંથી ઉગાર્યો નહોતો.
ત્યાં જ માતાએ તારીખ 13 ડિસેમ્બર એટેલે કે દસ દિવસના ટૂંકાગાળામાં પરિવારે માતા-પિતાની છત્રછાયા ગુમાવતા પરિવાર શોકમગ્ન બની ગયો હતો શાંતિલાલ અને શારદાબેનને સંતાનમાં બે દીકરાઓ છે. મોટા દીકરા ધર્મેશભાઈ રીક્ષા ચલાવી ઘર ગુજરાન ચલાવી રહ્યા છે. જ્યારે નાના દીકરા ભરતભાઈ કર્મકાંડના વ્યવસાય સાથે સંકળાયેલા છે. દસ દિવસના ટૂંકાગાળામાં માતા-પિતા એક સાથે વિદા લેતા વિપ્ર પરિવાર ને હજુ પણ માનવામાં આવી રહ્યું નથી કે ભગવાન તેમના સાથે આવું કર્યું. બંનેના મુત્યુ થી પરિવારમાં શોકમગ્ન વાતાવરણ છવાઈ ગયું છે. ભગવાન તેમની દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના