Gujarat

ગુજરાતમાં આ તારીખથી ફરી મેઘો મંડાશે ! હવામાન વિભાગ દ્વારા આટલા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી…

હાલમાં ચરોતરફ નવરાત્રીને લઈને તાડામાર તૈયારીઓ શરૂ થઇ રહી છે, ત્યારે અચાનક જ ગઈ કાલે મેઘરાજાએ મન મૂકીને વરસાત અનેક લોકો ચિંતામાં મુકાયા છે. આજ રોજ પણ વરસાદને લઈને આગાહી સામે આવી છે, હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આજે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં હળવા વરસાદની સંભાવના છે.

હવમાન વિભાગની આગાહી પ્રમાણે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગરમાં સામાન્ય વરસાદ અને કેન્દ્રીય ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે.બીજી તરફ, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ અને સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢમાં વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે.

આ ઉપરાંત ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ભરૂચ, ડાંગ, ગીર સોમનાથ, તાપી, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, જામનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ અને દ્વારકામાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

એક તરફ નવરાત્રી અને બીજી તરફ અંબાલાલ પટેલની આગાહી સામે આવતા જ લોકોના મન દુઃખી થઇ જાય છે, નવરાત્રીના નવ દિવસ સૌ ગુજરાતીઓ મન મૂકીને રમી શકે તે માટે મેઘરાજા પણ વહેલી તકે વિધિવત રીતે વિદાય લેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!