Viral video

સાપ નો આવો પ્રણયક્રીડા વાળો વિડીઓ પેલા ક્યારેય નહી જોયો હોય ! વિડીઓ જોઈ રુવાટા ઉભા થઈ જશે….જુઓ વિડીઓ

હાલમાં ઉનાળો વિદાય લઈ રહ્યો છે અને મેઘરાજા આગમનની તૈયારીઓમાં છે, ત્યારે પ્રકૃતિ અને જીવ-જંતુઓ પણ ચોમાસાની આહલાદક ઋતુની રાહ જોઈ રહ્યા છે, હાલમાં જ સોશિયલ મીડિયા પર સાપની પ્રણયક્રીડાનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ જગતમાં દરેક જીવ કામવૃત્તિ થકી જ પોતાના વંશને આગળ વધારી શકે છે અને કામ જ આ સુષ્ટિને સક્રીય રાખે છે. દરેક જીવોમાં સમાગમનો સમયગાળો હોય છે, જેના દ્વારા જીવ પોતાની ઈચ્છાને પરિપૂર્ણ કરે છે અને પોતાના અંશને પણ જન્મ આપે છે.

આપણે જાણીએ છે કે પ્રથમ વરસાદ બાદ સાપ બહાર નીકળે છે. હાલમાં જ બે સાપની પ્રણયક્રીડાએ લોકોમાં કુતુહલ સર્જ્યું છે. આ વિડીયો ખરેખર ખુબ જ આશ્ચયજનક છે. આ વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો અંગે ગુજરાત ટેકના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે, આ વિડિયો નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના થાલા ગામેં નેશનલ હાઇવે પાસે આવેલ એક ખેતરનો છે.

આ વિડીયોમાં જોઈ શકાય છે કે બંને સાપો પોતાની પ્રણય ક્રીડામાં મંત્રમુગ્ધ છે અને આ દ્રશ્યો જોઈને સૌ કોઈ આશ્ચયમાં મુકાઈ ગયા હતા અને આસપાસ લોકોના ટોળા વળી ગયા હતા. આ વા દ્રશ્યો ભાગ્યે જ જોવા મળે છે કે સાપને પ્રણયક્રીડા કરતા જોઈ શકાય. લગભગ અડધો કલાક સુધી આ સાપે પ્રણય ક્રિડા કરી હતી. આ સાપની ઓળખ ધામણ તરીકે થઇ હતી.

ધામણ સાપ વિશે જાણીએ તો તે દેખાવમાં નાગ જેવો બિહામણો પણ રૂપાળો. રંગ મેલો પીળાશ પડતો કાળો. ભીંગડાંના છેડા કાળા. આંખો મોટી, કીકી ગોળ અને સોનેરી રંગની, માથું ધડથી જુદું તરી આવતું, નસકોરાં મોટાં. બીકણ પણ આંતરાય તો ધમપછાડા કરીને આક્રમણ કરે છે. હાલમાં તો આ બંને સાપનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!