ચુંટણી પહેલા IAS અધિકારીઓ ની આંતરિક બદલી થઈ ! સુરતના મ્યુનિસિપલ કમિશનર તરીકે….
જેમ જેમ ચુંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાત મા ચુંટણી પ્રચાર નો ધભધભાટ ચાલી રહ્યો છે તો બિજી બાજુ વહીવટીય ખાતા મા બદલી નો દોર પણ યથાવત રહ્યો છે. છેલ્લા બે મહિના મા અનેક IPS , PI અને અન્ય પોલીસ કર્મી ઓ ની બદલી કરવા મા આવી છે ત્યારે હાલ જ વડોદરા અને સુરતના મ્યુનિસિપલ કમિશનરની બદલી કરવામાં આવી છે.
જો આ અંગે વિગતે વાત કરવા મા આવે તો ચૂંટણી પંચનો એક નિયમ હોય છે કે, ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીઓને પોતાના સ્થાન પર જો ત્રણ વર્ષથી વધુનો સમય થયો હોય તો તેમની બદલી કરવી. જેના ભાગરૂપે જ વડોદરા અને સુરતના કમિશ્નરની બદલી કરવામાં આવી છે. જેમા સુરતના શાલિની અગ્રવાલ સુરતના નવા મ્યુનિસિપલ કમિશનર બન્યા છે. શાલિની અગ્રવાલ આ અગાવ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર તરીકેનો કાર્યભાર સાંભળતા હતા.
તો બીજી બાજુ હાલ સુરતના મ્યુનિસિપલ કમિશનરનો કાર્યભાર સંભળતા બંછાનિધિ પાનીને વડોદરાના મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે IAS શાલીની અગ્રવાલ આ આગાવ પણ વડોદરાના જિલ્લા કલેક્ટર પણ રહી ચૂક્યા છે. અને હાલ મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ નિભાવી રહ્યા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.